Source : મુસ્લિમ યુવતીએ મંદિરમાં જઈ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા, સનાતમ ધર્મ અપનાવતા કહ્યું કે મારાથી ભૂલ થઈ પણ…
20 વર્ષિય મુસ્લિમ યુવતિએ કર્યુ ધર્મ પરિવર્તન, હિંદુ પ્રેમી સાથે કર્યા લગ્ન- હવે લગાવી સુરક્ષાની ગુહાર
ઉત્તર પ્રદેશના બરેલીથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બીજા સમુદાયની યુવતિ દાનિયાએ મંદિરમાં હિન્દુ યુવક હર્ષિત સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તન કર્યું. લગ્ન પછી યુવતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બરેલી પોલીસને તેના સાસરિયાઓને હેરાન ન કરવા અપીલ કરી હતી. યુવતીએ કહ્યું કે, હું પુખ્ત છું અને મારી મરજીથી લગ્ન કર્યા છે. હું જ્યાં પણ છું ત્યાં ખુશ છું. મારા પિતા દ્વારા દાખલ કરાયેલ ગુમ થયેલ રિપોર્ટ પાછો ખેંચવો જોઈએ અને હર્ષિતના પરિવારને હેરાન ન કરવો જોઈએ.
મળતી માહિતી મુજબ, દાનિયા 5 ફેબ્રુઆરીએ ઘરેથી ગુમ થઈ ગઈ હતી. આ પછી તેણે મંદિરમાં લગ્ન કર્યા અને પોતાનો ધર્મ પણ બદલ્યો. આ ઘટના બાદ પરિવારે પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે અપહરણનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પ્રેમનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં છોકરી અને તેના પતિને શોધી કાઢવામાં આવશે અને પરિવારને જાણ કરવામાં આવશે.
આ મામલે એસપી સિટીનું કહેવું છે કે છોકરીના પિતા દ્વારા 20 ફેબ્રુઆરીએ પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ યુવતીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોતાના વીડિયો સંદેશમાં દાનિયાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી હતી અને કહ્યું હતું કે પોલીસે હર્ષિતના પરિવાર પર કોઈ દબાણ ન કરવું જોઈએ.
તેણે તેના પરિવારને ફરિયાદ પાછી ખેંચવા અને હર્ષિતના પરિવારને હેરાન ન કરવા વિનંતી પણ કરી. દાનિયા ખાને કહ્યું કે મારું નામ દાનિયા છે, હું 20 વર્ષની છું અને હું બરેલીના પ્રેમનગરની રહેવાસી છું. કૃપા કરીને પોલીસ કેસ પાછો ખેંચી લો. હું જ્યાં પણ છું, મારી ઇચ્છા પ્રમાણે છું અને હું ખુશ છું. 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે, હું મારી મરજીથી ઘરની બહાર નીકળી. દાનિયાએ તેના પિતાને સંબોધીને ગુમ થયેલ વ્યક્તિનો રિપોર્ટ પાછો ખેંચવા કહ્યું. જો મારા જીવને જોખમ થશે, તો તમે બધા તેના માટે જવાબદાર રહેશો. દાનિયાએ કહ્યું કે જો મને કંઈ થશે તો મારા માતા-પિતા અને પોલીસ અધિકારીઓ (જેઓ મારા પરિવાર સાથે મિલીભગતમાં છે) તેના માટે જવાબદાર રહેશે.