પાણીપતમાં લવ મેરેજ કરી લાવેલ પત્નીની હત્યા : 5 મહિના પહેલા લગ્ન, 2 મહિનાની હતી પ્રેગ્નેટ, પહેલી પત્ની લગાવી ચૂકી છે ફાંસી
લવ મેરેજનો ખૌફનાક અંત…પતિએ પત્નીને આપી દર્દનાક મોત, આખો મામલો જાણી હોંશ ઉડી જશે
હરિયાણાના પાણીપતમાં એક નવપરિણીત મહિલાની હત્યાની ઘટના સામે આવી. તેણે હજુ 5 મહિના પહેલા જ બોયફ્રેન્ડ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. નવપરિણીત મહિલાના પતિ પર પત્નીની હત્યા કરવાનો આરોપ છે. પરિવારના સભ્યોનો આરોપ છે કે મૃતકનો પતિ તેને રોજ માર મારતો હતો. તે 2 મહિનાની ગર્ભવતી હતી અને પતિ તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. તેને લાગ્યું કે છોકરીના સાસરિયાંના પાડોશી સાથે અવૈદ્ય સંબંધ છે.
આરોપીના આ બીજા લગ્ન હતા. તેની પહેલી પત્નીએ ફાંસી લગાવીને આપઘાત કર્યો હતો. મૃતકની ઓળખ 29 વર્ષીય ગુડિયા તરીકે થઈ છે. તે પાણીપતના સનૌલી ખુર્દ ગામની રહેવાસી હતી. જ્યારે આરોપી પતિ રાજુ પાણીપતના મતલૌડાના જોશી ગામનો રહેવાસી છે. માતા-પિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. મતલૌડા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં મૃતકના પિતાએ જણાવ્યું કે તે 4 બાળકોના પિતા છે. ગુડિયા સૌથી નાની હતી. તે જોશી ગામના રહેવાસી રાજુને પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી.
જો કે, પરિવાર આ માટે સંમત ન હતો. જો કે તેમ છત્તાં 17 સપ્ટેમ્બર 2024ના રોજ તેણે રાજુ સાથે પ્રેમ લગ્ન કર્યા. આ પછી, પરિવારે પણ આ સંબંધ સ્વીકારવો પડ્યો. ગુડિયાએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવા છતાં ગુડિયા તેના માતા-પિતાના ઘરે જતી રહેતી હતી. તે વારંવાર તેની માતાને મળવા આવતી હતી. લગ્ન પછી થોડા દિવસો સુધી બધું બરાબર રહ્યું, પણ લગભગ એક મહિના પછી ગુડિયા ફરિયાદ કરવા લાગી. તે કહેતી હતી કે તેનો પતિ રાજુ તેના પર શંકા કરે છે. રાજુએ તેને ઘણી વાર માર પણ માર્યો હતો.
આ જાણીને ગુડિયાના પિતાએ રાજુ સાથે વાત કરી અને તેને સમજાવ્યો. તે સમયે રાજુ સમજી ગયો, પરંતુ તેણે ગુડિયાને મારવાનું ચાલુ રાખ્યું. મૃતકના પિતાએ જણાવ્યું કે સોમવારે એટલે કે 24 ફેબ્રુઆરીએ તેમને ગુડિયાના પાડોશી તરફથી ફોન આવ્યો કે ગુડિયાની હત્યા કરવામાં આવી છે. આ સાંભળીને અમે બધા ગુડિયાના સાસરિયાના ઘરે પહોંચ્યા. ત્યાં જોયું કે ગુડિયાનો મૃતદેહ રૂમમાં પલંગ પર પડેલો હતો.
આ પછી આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી. ગુડિયાના પિતા કહે છે કે ગુડિયા રાજુ કરતા ઘણી નાની હતી. તે ફક્ત 29 વર્ષની હતી, જ્યારે રાજુ 40 વર્ષનો. ગુડિયાએ થોડા સમય પહેલા કહ્યું હતું કે તે ગર્ભવતી છે. આ સમયે તે લગભગ 2 મહિનાની ગર્ભવતી હતી. રાજુના આ બીજા લગ્ન હતા. લગ્નના 9 મહિનાની અંદર જ તેની પહેલી પત્નીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. રાજુએ પણ આ કેસમાં સજા ભોગવી છે. આ વાતો પહેલા ખબર નહોતી, નહીંતર હું ગુડિયાને તેની સાથે લગ્ન કરવાની મંજૂરી ન આપત.
રાજુની માતા અને ભાઈ તેની સાથે રહે છે. તેણે બે મહિના પહેલા તેના પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હવે તે ગુડિયા પર પાડોશી સાથે અનૈતિક સંબંધ હોવાનો આરોપ લગાવી રહ્યો હતો. આ કારણે તેણે તેને માર મારીને ગુનો કર્યો. ગુડિયાના પિતાએ જણાવ્યું કે તે મૂળ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના છે. થોડા સમય પહેલા તે પાણીપતના સનૌલી ખુર્દ ગામમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. અહીં તે દૈનિક મજૂરી કામ કરે છે.