વધુ એક પ્લેન ક્રેશ ! 46 લોકોના ભયાનક મોત- ઉડાન ભરતી વખતે દુર્ઘટનાગ્રસ્ત થયુ પ્લેન

સૂડાનમાં સેનાનું વિમાન થયુ અકસ્માતનો શિકાર, 46 લોકોના મોત, બે વર્ષોથી ગૃહયુદ્ધમાં ફસાયેલો છે દેશ

સૂડાનમાં એક સૈન્ય વિમાન ઓમડુરમૈન શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થતા ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. સેના અને આરોગ્ય અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. સેનાએ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ‘એંટોનોવ’ વિમાન મંગળવારે ઓમડુરમૈનની ઉત્તરે આવેલા વાદી સૈયદના એરબેઝ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું. સેનાએ કહ્યું કે આ અકસ્માતમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા છે પરંતુ તેમણે એ નથી જણાવ્યું કે કેટલા લોકો માર્યા ગયા.

સેનાએ હજુ સુધી અકસ્માત પાછળના કારણ અંગે કોઈ માહિતી આપી નથી. જો કે, આરોગ્ય મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે ઓછામાં ઓછા 19 લોકો મૃત્યુ પામ્યા છે. તેમના મૃતદેહોને ઓમડુરમૈન NAUમાં ખસેડવામાં આવ્યા છે. બે બાળકો સહિત પાંચ ઘાયલ નાગરિકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જણાવી દઈએ કે સુડાન 2023થી ગૃહયુદ્ધની સ્થિતિમાં છે, જ્યારે સેના અને અર્ધલશ્કરી જૂથ ‘રેપિડ સપોર્ટ ફોર્સિસ’ વચ્ચેનો તણાવ ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયો હતો. અલ જઝીરાના અહેવાલ મુજબ, મંગળવારે મોડી રાત્રે ઉત્તરી ઓમડુરમૈનમાં વાદી સેઇદના સૈન્ય હવાઇ અડ્ડાથી ઉડાન ભરતા સમયે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયુ, જે ગ્રેટર ખાર્તૂમનો ભાગ છે. ખાર્તૂમ મીડિયા ઓફિસે બુધવારે જણાવ્યુ કે આ અકસ્માતમાં 10 અન્ય લોકો પણ ઘાયલ થયા છે.

આરોગ્ય મંત્રાલયે પ્રારંભિક મૃત્યુઆંક 19 જણાવતાં કહ્યું હતું કે વિમાન ઓમડુરમૈનના કરારી જિલ્લામાં એક ઘરની ટોચ પર ક્રેશ થયું હતું. ખાર્તુમના સિનિયર કમાન્ડર મેજર જનરલ બહર અહેમદ પણ કથિત રીતે મૃતકોમાં સામેલ હોવાનું જાણવા મળે છે. ઉત્તરીય ઓમડુરમૈનના રહેવાસીઓએ અહેવાલ આપ્યો કે આ અકસ્માતમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેના કારણે ઘણા ઘરોને નુકસાન થયું હતું અને આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.

Shah Jina
error: Unable To Copy Protected Content!