50 વર્ષના આ વ્યક્તિએ એક જ સ્કૂલની વિદ્યાર્થીની, ટીચર અને પ્રિન્સિપાલ સાથે કર્યા લગ્ન; જુઓ તસવીરો

સોશિયલ મીડિયા પર ઘણી વાર ચોંકાવનારી માહિતી જોવા મળે છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. હાલમાં જ આવી જ એક વાયરલ પોસ્ટે લોકોને ચોંકાવી દીધા, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાઉદી અરેબિયાના એક 50 વર્ષના વ્યક્તિએ એક જ સ્કૂલની વિદ્યાર્થીની, ટીચર અને પ્રિન્સિપાલ સાથે લગ્ન કર્યા. આ ખબર સામે આવતા જ લોકો ચોંકી ગયા.

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ @ministry_of_facts.24 પર શેર કરેલી પોસ્ટ અનુસાર, સાઉદી અખબાર ઓકાઝ દ્વારા પણ આ અનોખા લગ્નની જાણ કરવામાં આવી છે. હવે આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે અને લોકો તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ઘટના 2012ની છે. આમ છતાં, આ સમાચાર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે જેમ કે તે તાજેતરમાં જ બન્યું હોય.

હકીકતમાં, ઘણી વખત જૂના સમાચાર કોઈપણ સંદર્ભ વિના ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેના કારણે લોકોમાં ભ્રમણા ફેલાય છે. આ કિસ્સો પણ એવો જ છે. ઈન્ડિપેન્ડન્ટ, ગલ્ફ ન્યૂઝ અને સાઉદી ગેઝેટ જેવી વિશ્વસનીય વેબસાઈટ્સે 2012માં આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. હવે આ પોસ્ટ ફરીથી વાયરલ થઈ રહી છે, પરંતુ તેના પર આંધળો વિશ્વાસ કરતા પહેલા, સમાચારની સચોટતા અને સંદર્ભને સમજવો જરૂરી છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!