હું બહું દર્દમાં છુ… એક્ટ્રેસ રોશની વાલિયાને એક્સીડન્ટમાં પહોંચી ઇજા, શેર કર્યો દર્દ ભરેલો અનુભવ
રોશની વાલિયાનો થયો એક્સીડન્ટ, બાઇકના ટાયર અને ચેનમાં ફસાયો ડ્રેસ તો થઇ ઇજા- એક્ટ્રેસે સંભળાવી આપવીતી
ભારત કા વીર પુત્ર-મહારાણા પ્રતાપ ફેમ અભિનેત્રી રોશની વાલિયાનો અકસ્માત થયો હોવાની ખબર સામે આવી રહી છે. તાજેતરમાં તે બાઇક પર જઈ રહી હતી અને તેનો ડ્રેસ બાઇકમાં ફસાઈ ગયો, જેના કારણે અકસ્માત થયો. 23 વર્ષીય અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આની ઝલક આપી. તેણે આ અકસ્માતનો અનુભવ શેર કર્યો.
તેણે એમ પણ કહ્યું કે મહિલાઓએ બાઇક પર રાઇડ કરતી વખતે ઢીલા કપડાં ન પહેરવા જોઈએ. રોશનીએ એક વીડિયો શેર કર્યો. જેમાં તેણે બતાવ્યું કે તેની જાંઘ પર ખૂબ જ ઊંડો ઘા છે. રોશનીએ કહ્યું, ‘મને અત્યારે ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે. અને હું જાણું છું કે તમારામાંથી ઘણા લોકો જાણવા માંગે છે કે આ નિશાન કેવી રીતે આવ્યું. મારો ડ્રેસ ટાયરમાં ફસાઈ ગયો અને મારા પગમાં ચોંટી ગયો.
આ ખૂબ જ ડરામણો અનુભવ હતો. કૃપા કરીને બાઇક રાઇડ વખતે ઢીલા કપડાં ન પહેરો. મેં ખૂબ સંઘર્ષ કર્યો. સદનસીબે કંઈ ખરાબ થયું નહીં. લવ યુ. મારા વિશે પૂછવા બદલ આભાર. સુરક્ષિત રહો.’ જણાવી દઈએ કે રોશની વાલિયા એક લોકપ્રિય સ્ટાર છે. તેણે ઘણા પ્રખ્યાત શો કર્યા છે. તેણે મેં લક્ષ્મી તેરે અંગને કી, દેવોં કે દેવ મહાદેવ, ભારત કા વીર પુત્ર – મહારાણા પ્રતાપ, યે વાદા રહા જેવા શો કર્યા છે.
આ ઉપરાંત, ઘણા વેબ શો અને ફિલ્મો પણ તેણે કરી છે. તે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળે છે. રોશની સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને સોશિયલ મીડિયા પર પોતાના અંગત જીવન સાથે જોડાયેલી અપડેટ્સ આપતી રહે છે. રોશની હવે અજય દેવગનની ફિલ્મ ‘સન ઓફ સરદાર 2’માં જોવા મળશે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ જોવા મળશે.
View this post on Instagram