Fact Check: યલો આઉટફિટમાં મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાનો ટ્રાંસફોર્મેશન લુક થયો વાયરલ- હકિકત કંઇક બીજી જ નીકળી
પ્રયાગરાજમાં મહાકુંભ 2025 દરમિયાન સોશિયલ મીડિયા સેન્સેશન બની ગયેલી અને રાતોરાત લોકપ્રિય થનાર વાયરલ ગર્લ મોનાલિસાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એક અલગ જ અવતારમાં જોવા મળી રહી છે. મોનાલિસાનો આ નવો વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ સનસની મચી ગઇ.
આ વીડિયોમાં મોનાલિસાએ શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તે ખુલ્લા વાળ સાથે કાતિલ અદાઓ બતાવતી અને એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. આ વીડિયો જોયા પછી લોકો વિચારી રહ્યા છે કે મોનાલિસાએ તેનો લુક બદલી રહ્યો છે. આ વીડિયમાં મોનાલિસા યલો બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે અને ખૂબ જ આત્મવિશ્વાસથી પોઝ આપી રહી છે.
આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા યુઝર્સે તેને મોનાલિસાનો નવો અવતાર કહેવાનું શરૂ કર્યું, જો કે જ્યારે આ વીડિયોનું સત્ય બધાની સામે આવ્યું ત્યારે બધા ચોંકી ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ખરેખર બોલિવૂડ એક્ટ્રેસ વામિકા ગબ્બીનો છે. આ વીડિયો ડીપ ફેક ટેકનોલોજી અને એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને એડિટ કરવામાં આવ્યો છે.
View this post on Instagram
આ વીડિયોમાં ફક્ત ચહેરાનો ભાગ મોનાલિસાનો છે, બાકીની બોડી વામિકાની છે. મોનાલિસાની વાત કરીએ તો તેને બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તક મળી છે. મહાકુંભથી ખ્યાતિ મેળવ્યા બાદ મોનાલિસા હવે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ફિલ્મ દિગ્દર્શક સનોજ મિશ્રાએ તેમની આગામી હિન્દી ફિલ્મ ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં મોનાલિસાને કાસ્ટ કરી છે.
View this post on Instagram