OMG! આ વ્યક્તિએ ઓનલાઇન બુક કરી ઓટો, 62 રૂપિયાની જગ્યાએ બન્યુ 7 કરોડનું બિલ- વાયરલ થયો વીડિયો

‘મંગળથી આવ્યા છો શું ભાઇ…’ ઉબેરથી બુક કરી ઓટો- 62 રૂપિયાની જગ્યાએ આવ્યુ 7 કરોડનું બિલ

આજકાલ લોકો મુસાફરી કરવા માટે ઓલા અને ઉબેરનો વધુ ઉપયોગ કરે છે. જો કોઈને નાનું અંતર કાપવું હોય તો ઓટો અથવા બાઇકનો વિકલ્પ સારો છે. પરંતુ તમે વિચારો કે જો તમે ઓટો બુક કરાવી છે અને તે તમારી સાથે 50-100 કે 200 રૂપિયાના બદલે કરોડોનું બિલ પકડાવે તો ? જી હા, નોઈડામાં એક વ્યક્તિ સાથે આવું જ કંઈક થયું. વાસ્તવમાં એક વ્યક્તિએ ઉબેર ઓટો બુક કરાવી હતી.

બુકિંગ સમયે બિલ 62 રૂપિયા દેખાતું હતું, પરંતુ મુસાફરી પૂરી કર્યા બાદ વ્યક્તિને 7 કરોડ 66 લાખ 83 હજાર 762 રૂપિયાનું બિલ દેખાવા લાગ્યું. સોશિયલ મીડિયા પર આ મામલો સામે આવ્યો તો લોકોએ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. આ વીડિયો ટ્વિટર પર @AryanTrivedi_7 નામના એકાઉન્ટથી પોસ્ટ કરવામાં આવ્યો છે. ક્લિપ શેર કરતી વખતે એક યુઝરે લખ્યું – વહેલી સવારે @Uber_India એ @TenguriyaDeepak ને એટલો અમીર બનાવી દીધો કે તે આગળ Uber ફ્રેન્ચાઈઝી લેવાનું વિચારી રહ્યો છે.

સારી વાત એ છે કે હજુ સુધી ટ્રીપ કેન્સલ કરવામાં આવી નથી. 62 રૂપિયામાં ઓટો બુક કરાવીને તરત જ બનો કરોડપતિ કર્જદાર. વ્યક્તિની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. કેટલાક યુઝર તો બિલમાં વેઇટિંગ ટાઇમ જોઇ હેરાન રહી ગયા જે 5 કરોડ 99 લાખનો છે. એક યુઝરે લખ્યું- ઉબેર સાથે ઘણીવાર એવું થાય છે કે બુકિંગ સમયે પૈસા કંઇ અલગ બતાવે છે અને યાત્રા સમાપ્ત થયા પછી કંઈક અલગ.

જો કે, ઉબરે આ પોસ્ટનો જવાબ આપ્યો અને લખ્યું- તમે જે મુશ્કેલીનો સામનો કર્યો છે તેના માટે અમે દિલગીર છીએ. કૃપા કરીને અમને થોડો સમય આપો જેથી અમે આ બાબતને વિગતવાર જોઈ શકીએ. અમે અપડેટ સાથે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું.

Shah Jina