...
   

રેલવે સ્ટેશન પર બાળકને લઇને એસ્કેલેટર પર ચઢી રહી હતી મહિલાઓ, મજાક-મજાકમાં ત્રણેયના જીવ પર આવી બની…વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતી વખતે તમને ઘણા પ્રકારના વીડિયો જોવા મળશે, જેમાંના કેટલાક દેશી જુગાડના તો કેટલાક ડાંસના તો કેટલાક ચોંકાવનારા હોય છે. ઘણા લોકો તો વાયરલ થવા માટે એવા એવા સ્ટંટ કરતા હોય છે કે કોઇનો જીવ પણ જોખમમાં મૂકાઇ જાય.

હાલમાં આવો જ એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલો એક રેલ્વે સ્ટેશનનો છે, જ્યાં બે મહિલાઓ એક નાના બાળક સાથે એસ્કેલેટર (ઓટોમેટિક સીડી) પર ચઢે છે, ત્યારે તેઓ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને સીડી પર પડી જાય છે.

કોઈ આ ક્ષણને કેમેરામાં કેદ કરી લે છે અને પછી વાયરલ થઇ જાય છે. આ વિડિયો X યૂઝર @divyakumaari દ્વારા 2 ઓગસ્ટે પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ સાથે લખ્યું હતું કે- અરે, આ એસ્કેલેટર ખૂબ જ ખતરનાક છે. બેદરકાર ન બનો. બાળકનો જીવ પણ જઇ શકતો હતો.

Shah Jina