ડઝનબઘ્ધ ચિત્તાઓ પાસે જઈને આ 2 વ્યક્તિએ ખવડાવ્યું માંસ, આવો ભયાનક વીડિયો જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો હેરાન કરી દેનારા પણ હોય છે, ઘણા લોકો જંગલ સફારીનો આનંદ માણવા જતા હોય છે ત્યારે પણ તેમના કેમેરામાં કેટલીક અજીબો ગરીબ ઘટનાઓ કેદ થઇ જતી હોય છે, પરંતુ શું તમે કયારેય જંગલમાં જંગલી પ્રાણીઓને ખુલ્લામાં ખાવાનું આપતા જોયા છે ?

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બે વ્યક્તિઓ ડઝનબઘ્ધ ચિત્તાઓને માંસ ખવડાવતા જોવા મળી રહ્યા છે. જોવામાં આ વીડિયો ખુબ જ સામાન્ય લાગી રહ્યો છે, પરંતુ ડરામણો પણ એટલો જ છે, કારણ કે ચિત્તાઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને એક સાથે જ આટલા બધા ચિત્તાઓને ખાવાનું આપવું પણ જોખમ ભરેલું બની શકે છે.

વીડિયોમાં ઘણા બધા ચિત્તાઓ માંસ ખાવા માટે ઉતાવળા દેખાઈ રહ્યા છે, તેઓ અહીં-તહીં ફરે છે. જાણે કે તેઓ જાણતા હોય કે આ બે માણસો તેમના માટે ખાવાનું લાવ્યા છે. જો કે, ચિત્તાઓને દૂર રાખવા માટે, તેના હાથમાં એક લાકડી પણ છે, જેથી તે ચિત્તાઓની પાછળ રહે છે. જેવો જ તે વ્યક્તિ માંસને બહાર કાઢે છે અને તેને ચિત્તા તરફ ફેંકે છે, ત્યારે એક ચિત્તા કૂદીને માંસને પકડી લે છે.

બાકીના ચિત્તાઓ તેમના વારાની રાહ જુએ છે. તેમાંથી કોઈ પણ ચિત્તા આ બે લોકોને કોઈ નુકસાન પહોંચાડતું નથી. વીડિયો જોઈને લોકોએ આ બે ડાકુઓ વિશે લખ્યું, બંને ખૂબ જ બહાદુર નીકળ્યા. સોશિયલ મીડિયાના ઘણા પ્લેફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને લાખો લોકોએ અત્યાર સુધી નિહાળી લીધો છે.

Niraj Patel