ડોલી ચાયવાલાને પણ ટક્કર મારે એવો છે સુરતના આ ચા વાળા કાકાનો અંદાજ, એવી એક્શન બતાવીને બનાવે છે ચા, કે જુઓ વીડિયોમાં

ડોલી ચા વાળાના તો આપણા સુરતના આ કાકા સામે ચણા પણ ના આવે… જુઓ વીડિયોમાં તેમની ગજબની સ્ટાઇલ, વીડિયો વાયરલ

Surat Action Chaiwala : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર કોઈપણ ઘટના વાયરલ થતા જરા પણ વાર નથી લાગતી. છેલ્લા થોડા સમયથી ડોલી ચાયવાલા ખુબ જ ફેમસ બની ગયો છે. ચા બનાવવાના તેના અનોખા અંદાજથી લોકો દીવાના બની ગયા છે. દુનિયાના સૌથી મોટા ધનવાન બિલ ગેટ્સે પણ તેની ચાનો આનંદ માણ્યો.. પરંતુ હાલ સુરતના એક ચા બનાવનારા કાકાની જબરદસ્ત એક્શન વાયરલ થઇ રહી છે. જેનો વીડિયો પણ લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

સુરતના આ ચા વેચનારની સ્ટાઈલ કંઈક અલગ છે. ચા બનાવતી વખતે, તેઓ એવા ઉત્સાહ અને જુસ્સાથી કામ કરે છે કે જોનારાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. તેની ચા બનાવવાની કળા અને ઝડપ જોઈને લોકો દંગ રહી જાય છે. આ ચા વાળાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તે કેવી કુશળતાથી ચા બનાવે છે અને ગ્રાહકોને પીરસે છે.

આ વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેની ચા બનાવવાની કળાના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેના જોશ અને ઉત્સાહની પ્રશંસા કરી રહ્યા છે. આજ સુધીમાં તમે આદુ, એલચી અને લવિંગવાળી ચા પીધી જ હશે. પરંતુ વાયરલ વીડિયોમાં વ્યક્તિ આ બધાને બદલે પોતાની ચામાં કોથમીર ઉમેરતો જોવા મળે છે.

આટલું જ નહીં પણ વીડિયોમાં તે વ્યક્તિ ચા બનાવતી વખતે પણ બોલ્યા વિના એક્શન લેતો જોવા મળે છે. વાયરલ વિડિયો શેર કરતી વખતે કેપ્શનમાં તેને સુરતના એક્શન ચાયવાલા તરીકે વર્ણવવામાં આવ્યો છે.   વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને હજારો લોકો કોમેન્ટમાં ચા વાળા કાકાની એક્શનના વખાણ કરતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Food Ke Flavors (@foodkeflavors)

Niraj Patel