ટીવીના આ મશહૂર સ્ટાર્સ પાસે છે મોંઘી અને લગ્ઝરી ગાડીઓ, ભારતી સિંહથી લઇને શ્વેતા તિવારી સુધી સામેલ

વાહ પૈસા હોય તો શું ન થાય…!!! ટીવીના આ 15 સ્ટાર્સ પાસે છે મોંઘી લગ્ઝરી કારો, તમને કોની કાર વધારે પસંદ આવી ?

ટીવી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ બોલિવુડ સ્ટાર્સથી કઇ કમ નથી. તેમની લોકપ્રિયતા ઘર-ઘરમાં છે. ટીવીના સ્ટાર્સની ચર્ચા તો મહિલાઓની રોજની ગોસિપનો પણ ભાગ હોય છે. બોલિવુડ સ્ટાર્સની જેમ ટીવી સ્ટાર્સ પણ રોયલ અને લગ્ઝરી લાઇફ જીવે છે. તેમની લાઇફસ્ટાઇલ સાથે સાથે તેમનું ઘર અને તેમની ગાડીઓ પણ ચર્ચામાં રહેતી હોય છે. તો ચાલો આજે આપણે જાણીએ ટીવીના કયા સ્ટાર્સ પાસે કઇ ગાડીઓ છે.

1.કપિલ શર્મા : કોમેડી કિંગ કપિલ શર્મા ટીવી ઇન્ડસ્ટ્રીના હાઇએસ્ટ પેડ અભિનેતામાંના એક છે, તેની લાઇફસ્ટાઇલ ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. કપિલ પાસે એસયુવી રેંજ રોવર ઇવોક છે. તમને જણાવી દઇએ કે, તેની કિંમત 55 લાખથી લઇને 95 લાખ સુધીની છે.

2.ભારતી સિંહ : કોમેડી ક્વીન ભારતીએ કોમેડીની દુનિયામાં એક અલગ જ સ્થાન હાંસિલ કર્યું છે. ભારતી ખૂબ જ લોકપ્રિય છે અને તેની લાઇફસ્ટાઇલ પણ ઘણી સારી છે. ભારતી પાસે બ્લેક મર્સિડીઝ છે અને Audi Q5 પણ છે.

3.ગૌતમ ગુલાટી : બિગબોસ વિજેતા અને અજહર ફિલ્મથી બોલિવુડમાં એન્ટ્રી કરનાર ગૌતમ ગુલાટી ટીવી પર પોપ્યુલર છે અને તેના લાખો-કરોડો ચાહકો છે. ગૌતમ ગુલાટી પાસે બીએમડબ્લ્યુ છે.

4.રોનિત રોય : ટીવી ઇન્ડસ્ટ્રીના અમિતાભ બચ્ચન કહેવાતા રોનિત રોય લગ્ઝરી કારના શોખીન છે. તેમની પાસે એક સફેદ કલરની ઓડી ક્યુ 7 છે, જેની કિંમત લગભગ 85 લાખ રૂપિયા છે અને યલો કલરની ઓડી આર 8 છે, જેની કિંમત માર્કેટમાં 2 કરોડથી વધારે છે.

5.શ્વેતા તિવારી : આજે પણ લોકો શ્વેતા તિવારીની પ્રેરણાના રૂપમાં યાદ કરે છે. શ્વેતા તિવારીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ટીવીમાંથી બ્રેક લીધા પછી પણ તેને સિરિયલ મેરે પપ્પા કી દુલ્હનથી વાપસી કરવાનો મોકો મળ્યો અને તેણે સાબિત કરી દીધું કે અભિનયમાં તેનો કોઈ મુકાબલો નથી. શ્વેતા પાસે BMW કાર છે.

6.ગૌતમ રોડેઃ લાખો લોકોના હાર્ટથ્રોબ ગૌતમ રોડેએ સરસ્વતીચંદ્ર ધારાવાહિકમાં કામ કરી પોતાની ફેન ફોલોઈંગ વધારી છે. તેના આકર્ષક લુકના તો લાખો ચાહકો છે. તમને જણાવી દઈએ કે ગૌતમ પાસે સફેદ રંગની મર્સિડીઝ છે, જેનું ટોપ બ્લેક કલરનું છે. તેની કિંમત 25 લાખની આસપાસ છે.

7.કવિતા કૌશિકઃ FIR ફેમ ચંદ્રમુખી ચૌટાલા એટલે કે કવિતા કૌશિક પાસે પણ લક્ઝરી કાર છે. કવિતા બ્રોન્ઝ બ્રાઉન BMW કારની માલકીન છે.

8.સરગુન મહેતાઃ ટીવી અભિનેત્રી સરગુન મહેતા અને તેના પતિ તેમજ અભિનેતા રવિ દુબે પાસે ત્રણ કાર છે. જેમાં વેન્ટો, હોન્ડા અને ઓડી A4નો સમાવેશ થાય છે.

9.મોહિત રૈનાઃ દેવોં કે દેવ મહાદેવથી દરેક ઘરમાં જાણિતા થયેલા મોહિત રૈનાની વેબ સિરીઝ ભૌકાલ ઘણી ફેમસ થઈ ગઈ હતી. ઉરીમાં તેમનો અભિનય શાનદાર હતો. મોહિત રૈના પાસે ફોર્ડ ઈન્ડીવાયર છે, જેની માર્કેટમાં કિંમત 20થી 25 લાખ છે.

10.સુનીલ ગ્રોવરઃ પોતાની કોમેડીના જોરે બધાને દિવાના બનાવનાર સુનીલ ગ્રોવરની લાઈફસ્ટાઈલ પણ ખૂબ જ સારી છે. તેની પાસે સફેદ રંગની BMW 5 સિરીઝ છે.

11.રામ કપૂરઃ બડે અચ્છે લગતે હૈં ફેમ રામ કપૂરને પણ કારનો શોખ છે. તેમની પાસે બે લક્ઝરી કાર છે. એક BMW અને એક પોર્શ.

12.કુશલ ટંડન: કુશલ ટંડનને કારનો ઘણો શોખ છે. કુશાલ પાસે મર્સિડીઝ, ઓડી અને BMW ત્રણ કાર છે.

13.વત્સલ સેઠઃ ટીવી એક્ટર વત્સલ સેઠ પાસે મર્સિડીઝ બેન્ઝ કાર છે અને તેને તે કેટલી પસંદ છે તે તેનો અંદાજ તો તેની તસવીર જોઇને જ લાગી જાય છે.

14.કરણ વાહીઃ કરણ પાસે BMW સિરીઝ 5ની કાળા રંગની કાર છે, પરંતુ કરણની ડ્રીમ કાર ફોર્ડ મસ્ટન્ડ જીટી છે.

15.કરણ મેહરાઃ યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નૈતિકની ભૂમિકા ભજવી ફેમસ થઇ જનાર કરણ મહેરા પાસે સિલ્વર રંગની BMW કાર છે.

Shah Jina