શૂટિંગ પરથી પરત ફરતા સમયે ટીવીની આ ખ્યાતનામ અભિનેત્રીને નડ્યો અકસ્માત, ટ્રકે પાછળથી ટક્કર મારી અને પછી….
મનોરંજન જગતમાંથી એક પછી એક દુઃખ ખબરો સામે આવવાનો સિલસિલો ચાલુ જ છે, ક્યાંક કોઈના નિધનની ખબર સામે આવી રહી છે, તો ક્યાંક કોઈના અકસ્માતની ખબર સામે આવી રહી છે, જેના કારણે ચાહકો પણ શોકમાં દુની રહ્યા છે, ત્યારે હાલ વધુ એક ખબરે ચાહકોને ધ્રાસ્કો આપ્યો છે, જેમાં મનોરંજન જગતની ખ્યાતનામ અભિનેત્રીને અકસ્માત નડ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ટીવીની ખ્યાતનામ અભિનેત્રી હેતલ યાદવનો અકસ્માત થયો હતો. હેતલ ગત રોજ શૂટિંગમાંથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન એક ટ્રકે હેતલની કારને ટક્કર મારી હતી, જેના પછી અભિનેત્રી આઘાતમાં સરી પડી હતી. હેતલ યાદવે જણાવ્યું કે, રવિવારે રાત્રે લગભગ 8:45 વાગ્યે તે પેક કરીને ફિલ્મ સિટીથી નીકળી ગઈ હતી. અભિનેત્રી જેવીએલઆર હાઈવે પર પહોંચી કે તરત જ એક ટ્રકે તેની કારને પાછળથી ટક્કર મારી.
આ અકસ્માતમાં તેની કાર ફ્લાયઓવરની કિનારે પહોંચી ગઈ હતી અને હાઈવે પરથી નીચે પડવાની તૈયારીમાં હતી. પરંતુ તેણે કોઈક રીતે હિંમત દાખવીને કાર રોકી અને તરત જ તેના દીકરાને ફોન કરીને પોલીસને જાણ કરવા કહ્યું. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના બાદ અભિનેત્રી આઘાતમાં સરી પડી હતી. રાહતની વાત છે કે આ અકસ્માતમાં અભિનેત્રીને કોઈ નુકસાન કે ઈજા થઈ નથી. તેણે આ માટે ભગવાનનો આભાર પણ માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું “ધન્યવાદ, મને ઈજા નથી થઈ, પરંતુ આઘાતમાં ચાલી ગઈ.”
હેતલ યાદવ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. અભિનેત્રી ‘ઇમલી’માં શિવાની રાણાનું પાત્ર ભજવી રહી છે. હેતલે લોકપ્રિયતા શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘જ્વાલા’નું પાત્ર પણ ભજવ્યું છે. હેતલ યાદવે ઇન્ડસ્ટ્રીમાં ડાન્સર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ બાદમાં તે અભિનયમાં ચાલી ગઈ.