રસોઈ

શિયાળાની કડકડતી ઠંડીમાં પરસેવો વાળી દે એવી મહેસાણાની સ્પેશિયલ વાનગી ‘તુવેર ટોઠા’ ઘરે જ બનાવો..ક્લિક કરી વાંચો રેસીપી

સ્વાદિષ્ટ ગુજરાતી વાનગી તુવેર ના ટોઠા બનાવો ઘરે જ મિત્રો, અત્યારે મસ્ત ઠંડી નો મૌસમ શરૂ છે. ત્યારે માર્કેટ માં લીલી શાકભાજી જોવા મળે છે. એટલે કે શિયાળો એટલે સ્વાસ્થય માટે ખૂબ જ લાભદાયી. નવી-નવી વાનગી બનાવી ને ખાવા ની જે મજા શિયાયલા માં આવે છે તે પછી નથી આવતી. તો આજે અમે તમને તેવી એક મજેદાર અને મસ્ત, ટેસ્ટી તેમજ સ્વાદિષ્ટ વાનગી તુવેર ની બનાવતા શીખવાડીશું. તો, ચાલો ફટાફટ નોંધી લો અ વાનગી ની રીત અને ઘરે જ બનાવી પરિવાર સ્સથે તેનો આનંદ માણો.
તુવેર ના ટોઠા બનાવવા માટે ની સામગ્રી

 • આખી તુવેર 200 ગ્રામ
 • તેલ – 4 થી 5 ચમચી
 • તમાલ પત્ર – 1
 • સૂકું લાલ મરચું – 2 થી 3
 • ટમેટા – 3
 • મીઠું – સ્વાદ અનુસાર
 • લીલી ડુંગળી – 1 થી 2
 • 3 મોટી ચમચી વાટેલુ લસણ
 • ગરમ મસાલો – સ્વાદ અનુસાર
 • લીંબુ નો રસ – 1
 • હિંગ – ચપટી
 • હળદર – નાની ½ ચમચી
 • મરચાં નો પાઉડર – ½ ચમચી
 • ધાણાજીરું નો પાઉડર – ½ નાની ચમચી
 • કોથમીર અને મરચાં ની પેસ્ટ – 2 થી 3 ચમચી

તુવેર ના ટોઠા બનાવવા માટે ની રીત

સૌપ્રથમ તુવેર ને ધોઈ નાખો. ત્યાર બાદ આ તુવેર ને 5 થી 6 કલાક માટે પાણી માં પલાળી ને રાખી મૂકો. 6 કલાક પછી તુવેર ને પાણી કાઢી તેને કુકર માં નાખી દો. કુકર માં તુવેર ડૂબે એટલું પાણી અને મીઠું નાખી ને બાફવા માટે મૂકો. કુકર માં 2 થી 3 સિટી કરી લો. અને પછી ગેસ બંધ કરી દો.

કુકર ઠંડુ થઈ જાય પછી ખોલી ને જોશો તોતુવેર એકદમ બફાઈ ને સોફ્ટ થઈ થઈ હશે. પણ જો તુવેર કડક લાગે તો ફરી 1 કે 2 સીટી કરી લો.

હવે કોઈ જાડું વાસણ લો તેમાં તેલ નાખી ને તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમાં થોડી હિંગ અને લસણ ની પેસ્ટ નાખી તેને થોડીવાર માટે સાંતળો.

ત્યાર બાદ તેમાં ડુંગળી નાખી તેને પણ તેલ માં શેકાવા દો. હવે તને 4 થી 5 મિનિટ સાંતળયા બાદ તેમાં આદું અને મરચાં ની પેસ્ટ નાખી દો.તેલ માં નાખેલ આ બધુ બરાબર સાંતળાય જાય ત્યાર બાદ ટમેટા નાખી તેને પણ 10 મિનિટ માટે સાંતળી લો.બધી જ વસ્તુઓ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બાફેલી તુવેર નાખી દો. હવે આ મિશ્રણ માં તુવેર ને બરાબર મિક્સ થઈ જાય તે રીતે ભેળવી દો. 4 થી 5 મિનિટ ગેસ પર રાખ્યા પછી ગેસ બંધ કરી દો. તો તૈયાર છે તમારા તુવેર ના ટોઠા ની રેસીપી. આ તુવેર ના ટોઠા ને એક સાફ મોટા બાઉલ માં કાઢી લો અને તેને લીલી ડુંગળી અને કોથમીર નાખી સજાવી લો.

ચાલો તો ગરમા ગરમ સ્વાદિષ્ટ તુવેર ના ટોઠા ને પરિવાર સાથે ખાવો અને તેનો આનંદ માણો.

સુજાવ/સલાહ :
તુવેર ના ટોઠા ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તમે તેમાં તીખા, લવિંગ, એલચી વગેરે ની પેસ્ટ બનાવી ને પણ નાખી શકો છો. તુવેર ના ટોઠા ને તમે બાજરીના રોટલા,ભાખરી, રોટલી, કે બ્રેડ સાથે પણ ખાઈ શકો છો.

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે… દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ