IPL 2023માં ઘાતક બોલિંગ કરનારા CSKના આ બેસ્ટ બોલરને ક્લીન બોલ્ડ કરી ગઈ તેની સાથે સ્કૂલમાં ભણતી છોકરી, પોતાના ક્રશ સાથે જ કરી સગાઈ, જુઓ તસવીરો

CSKનો આ સ્ટાર બોલર બંધાયો સગાઈના બંધનમાં, સ્કૂલમાં જ બની ગઈ હતી આ રૂપાળી છોકરી તેનો ક્રશ, જુઓ તસવીરો

Tushar Deshpande Engagement : હમણાં થોડા દિવસ પહહેલા જ આઇપીએલનો માહોલ પૂર્ણ થયો અને આ વખતે દેશભરમાં જેને સૌથી વધુ પ્રેમ મળ્યો હતો એ ચેન્નાઇ સુપરકિંગ્સે આઇપીએલનો ખિતાબ પોતાના નામે કર્યો. ત્યારે આઇપીએલ પૂર્ણ થયા બાદ હવે ચેન્નાઇની ટીમના ખેલાડીઓ એક પછી એક લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે અને તેની ખબરથી ચાહકો પણ ખુબ જ ખુશ છે.

થોડા દિવસ પહેલા જ ચેન્નાઇના ઓપનર બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે લગ્ન કર્યા હતા, ત્યાર બાદ હવે ટીમના ઘાતક બોલર તુષાર દેશપાંડે પણ સગાઈના બંધનમાં બંધાયો છે, જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને ચાહકો પણ તેની તસવીરો પર પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.

તુષારની સગાઈ નાભા ગડમવાર સાથે થઈ છે. નાભા અને તુષાર બાળપણના મિત્રો છે. તુષાર શાળાના દિવસોથી જ નાભાને પસંદ કરતો હતો. સગાઈ બાદ તેણે પોતે જ ફોટો શેર કરીને તેની જાણકારી આપી હતી. તુષારની સગાઈમાં ટેસ્ટ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતો લાલ ચામડાનો બોલ પણ રાખવામાં આવ્યો હતો. આની ઉપર બંને વીંટી રાખીને તુષાર અને નાભાએ ફોટો ક્લિક કર્યો. આ પછી બંનેએ એકબીજાને વીંટી પહેરાવી.

ચેન્નાઈના ઓલરાઉન્ડર શિવમ દુબે અને તેની પત્ની અંજુમ ખાન પણ તુષાર દેશપાંડેની સગાઈમાં પહોંચ્યા હતા. ક્રિકેટર ધ્રુમિલ પણ સગાઈ સેરેમનીનો ભાગ બન્યો હતો. અંજુમે આ સગાઈની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. શિવમ દુબે અને તુષાર ઘણા સારા મિત્રો છે. બંનેએ આ વર્ષે ચેન્નાઈને જીતવામાં મદદ કરી હતી. તુષાર દેશપાંડે આઇપીએલના ઇતિહાસમાં પ્રથમ પ્રભાવશાળી ખેલાડી છે.

ક્રિકેટ જગતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. થોડા દિવસો પહેલા તુષારના સાથી ઋતુરાજ ગાયકવાડે ઉત્કર્ષા પવાર સાથે લગ્ન કર્યા હતા. આ પછી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ લગ્ન કરી લીધા. હવે તુષાર દેશપાંડેની પણ સગાઈ થઈ ગઈ છે. ભારત ઉપરાંત બાંગ્લાદેશના હસન મહમૂદ પણ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

તુષાર દેશપાંડે IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર ફોર્મમાં છે. તેણે 16 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. તે પોતાની ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે જ સમયે, તે ટૂર્નામેન્ટમાં વિકેટ લેવાના મામલે છઠ્ઠા નંબર પર રહ્યો. IPLમાં કુલ 23 મેચ રમી ચૂકેલા તુષારે આ સિઝનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે.

Niraj Patel