Turkey 4 Gujaratis died when a car collided : ગુજરાતમાંથી મોટાભાગના યુવાનો વિદેશમાં સારો અભ્યાસ કરવા માટે અને કમાવવા માટે જતા હોય છે, ત્યારે છેહાલ્લાં થોડા સમયમાં વિદેશમાંથી ભારતીયોના મોતના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં કેટલાય લોકોની હત્યા કરી દેવામાં આવે છે, તો કેટલાય લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. ત્યારે હાલ એક મામલો તુર્કીમાંથી સામે આવ્યો છે, જેમાં એક કાર અકસ્માતમાં 4 ગુજરાતીઓના મોત નિપજ્યા છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ બનાસકાંઠાના ચાર વિદ્યાર્થીઓ તુર્કીમાં અભ્યાસ કરવા માટે ગયા હતા, એ દરમિયાન જ તેમને એક માર્ગ અકસ્માત નડ્યો, જેમાં ચારેય વિદ્યાર્થીઓના કરુણ મોત નિપજ્યા હતા. ચારેય વિદ્યાર્થીઓના અકાળે મોત થવાના કારણે તેમના પરિવારમાં પણ માતામ છવાયેલો છે. મૃતકોમાં એક યુવતી વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની પણ હતી.
મળી રહેલી વધુ મહૈતી અનુસાર આ અકસ્માત બે કાર વચ્ચે થયો હતો. બંને કારોની જબરદસ્ત ટક્કર થઇ હતી. જેમાં બંને કારનો બુકડો બોલાઈ ગયો. જેને લઈને ચારેય વિદ્યાર્થીઓના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. મૃતકોની લાશને પણ મહામહેનતે બહાર કાઢવામાં આવી હતી. આ ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરવા માટે ગયા હોવાનું હાલ સામે આવી રહ્યું છે.
આ ગમખ્વાર અક્સમાતમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના નામ અંજલી મકવાણા, પ્રતાપ કારાવદરા, જયેશ અગાથ અને પુષ્ટિ હીના પાઠક છે. ભોગરોડિયા ગામની 21 વર્ષીય અંજલિ મકવાણા તુર્કીમાં અભ્યાસ અર્થહી રહે છે. ગત રોજ રજા હોવાના કારણે તે અન્ય ગુજરાતી મિત્રો સાઠહે કારમાં ફેરવા માટે નીકળી હતી. ત્યારે જ કિરેનિયા નજીક જ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર તેમની કાર સાથે ટકરાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો અને ચારેયના મોત થયા.