ભર ઉનાળે હજુ પણ બે દિવસ મેઘરાજા ગાજવીજ સાથે વરસવાના છે, પરેશ ગોસ્વામીની ચોંકાવનારી આગાહી, ખેડૂતોની વધી ચિંતા

ગુજરાતમાં બે દિવસ ભારે પવન, ગાજવીજ સાથે વરસાદનું અનુમાન, જાણો પરેશ ગોસ્વામીની ‘ભયંકર’ આગાહી

Paresh Goswami Rain Forecast : ગુજરાતની અંદર ગઈકાલથી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે સાથે ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો હતો. ત્યારે હજુ પણ આવનારા બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદ જેવું વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. ગુજરાતની અંદર થઇ રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

પોતાની યુટ્યુબ ચેનલ પર વરસાદની આગાહી કરતા પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે 14 તારીખથી વરસાદની તીવ્રતામાં વધારો થશે સાથે જ 14 અને 15 તારીખે વરસાદનું જોર વધશે. આજે ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટતી જોવા મળશે.  તો બીજી બાજુ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી હોવાના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું પ્રમાણ જોવા મળશે.

આ સાથે તમેને એમ પણ જણાવ્યું કે રાજસ્થાનથી લઈને અરબ સાગરના ઉભા પટ્ટામાં પણ વરસાદની તીવ્રતામાં વધારો નોંધાશે. અવારનારા ત્રણ દિવસોમાં બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, દ્વારકા, જામનગર, કચ્છના રાપર અને મધ્ય ગુજરાતના વડોદરા, અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારોમાં અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેવા વિસ્તારોમાં વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.

પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે 14 અને 15 તારીખના રોજ જે વિસ્તારોમાં વરસાદ થશે ત્યાં ગાજવીજ સાથે ભારે પવન પણ ફૂંકાશે. પવનની સ્પીડ 40થી લઈને 45 કિમિ સુધી રહેવાનું અનુમાન છે. આ દરમિયાન ભારે પવનથી વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના હોવાના કારણે લોકોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. તેમને વરસાદ બાદ એટલે કે 17મી પછી હવામાન ખુલ્લું થવાની આગાહી પણ કરી છે, સાથે જ 17થી 21 મે દરમિયાન ભયંકર ગરમી પડવાની સંભાવના પણ વ્યક્ત કરી છે.

Niraj Patel