માયાનગરી મુંબઈના આ 9 વીડિયો જોઈને તો તમે પણ ફફડી ઉઠશો, ગઈકાલે આવેલા વાવાઝોડાએ મચાવી જબરદસ્ત તબાહી

મુંબઈની તબાહીના આ 9 વીડિયો જોઈને તો તમારા મોઢામાંથી પણ ચીસ નીકળી જશે, જુઓ કેવો હતો ગઈકાલનો નજારો

Horrifying videos of Mumbai cyclone : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે બપોરે ભયાનક વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદે મુંબઈવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. જેના કારણે એરપોર્ટ પર એક કલાક સુધી ફ્લાઈટની કામગીરી સ્થગિત રહી હતી.

બીજી તરફ લોકલ ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ હતી. એટલું જ નહીં તેની અસર ટ્રાફિક પર પણ પડી હતી. દરમિયાન, ઘાટકોપર વિસ્તાર (ઘાટકોપર હોર્ડિંગ)ના છેડા નગર જંકશન પર સ્થિત પેટ્રોલ પંપ પર 100 ફૂટ લાંબુ ગેરકાયદે હોર્ડિંગ પડતાં 14 લોકોનાં મોત થયાં હતાં.

વિવિધ ઘટનાઓમાં 70થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મુંબઈમાં આવેલા ભયંકર તોફાન બાદ ‘માયાનગરી’ના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

દુર્ઘટનાની માહિતી મળતાં જ NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હોર્ડિંગ નીચે દટાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. #MumbaiRains સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે, જેની સાથે આ ભયાનક તોફાનના ઘણા વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો થાણે રેલવે સ્ટેશનનો હોવાનું કહેવાય છે, જેમાં મોટી ભીડ કોઈક લોકલ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરતી જોવા મળે છે. આ સિવાય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અકસ્માત સાથે જોડાયેલા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

Niraj Patel