બાબા નિરાલાને રિઝાવવા વાળી બબીતાએ બોબી દેઓલ સાથે બોલ્ડ સીન માટે કેમ કહી હતી હા ? બોલી- આવા છોકરા પસંદ છે

શોમાં પોતાનાથી 24 વર્ષ મોટા બાબા નિરાલા જોડે રંગરેલિયા મનાવનાર હિરોઈને કર્યો ધડાકો, જાણીને ફેન્સ મુંજાઈ ગયા

ફિલ્મ નિર્માતા પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત વેબસિરિઝ ‘આશ્રમ’ ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ વેબસીરીઝના રિલીઝ સામે ઘણા લોકોએ વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તે કોઈના જીવન પર આધારિત નથી, તો તેમાં આશ્રમના જીવનને ખોટી રીતે બતાવવામાં આવ્યું છે અને તેને રીલિઝ ન કરવી જોઈએ. જોકે, તમામ વિવાદો બાદ તેને રિલીઝ માટે લીલી ઝંડી મળી ગઈ હતી. તેની બે સિઝન રિલીઝ થઈ ચૂકી છે. બીજી સિઝનમાં, બોબી દેઓલના અભિનેત્રી ત્રિધા ચૌધરી સાથે ઘણા ઇંટીમેટ સીન જોવા મળ્યા હતા.

એમએક્સ પ્લેયર પરની હિટ વેબ સિરીઝ ‘આશ્રમ’ ઘણી વિવાદોમાં રહી હતી અને તેમ છત્તાં તે ઘણા લોકોને પસંદ આવી હતી. પ્રકાશ ઝા દ્વારા નિર્દેશિત આ સિરીઝમાં દરેક કલાકારે પોતાના પાત્રને ન્યાય આપ્યો છે. આશ્રમમાં ‘બબીતા’નું પાત્ર ભજવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરીના અભિનયના બધાએ વખાણ કર્યા. આ સિરીઝમાં ત્રિધા ખૂબ જ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

બોબી દેઓલે ‘આશ્રમ’માં બાબા નિરાલાનું પાત્ર ભજવ્યુ હતુ, જે આશ્રમ અને આંધળી ભક્તિની આડમાં મહિલાઓનું શોષણ કરે છે. જેમાં બોબી સાથે ઈન્ટીમેટ સીન કરનાર બબીતા એટલે કે અભિનેત્રી ત્રિધા ચૌધરીએ આ સીરીઝથી ઘણી લાઇમલાઇટ લૂંટી હતી. ‘આશ્રમ’માં ત્રિધાએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે, જેના પર તેણે કહ્યું કે ‘લોકોને લાગે છે કે જ્યારે આ સીન શૂટ કરવામાં આવે છે, ત્યારે સ્ક્રીન પર જે થઈ રહ્યું છે તે ખરેખર એવું જ બન્યું હશે. જ્યારે બિલકુલ આવું થતું નથી. કેમેરાના અલગ અલગ એંગલના કારણે આ શક્ય બને છે.

આશ્રમ ફેમ ત્રિધા ચૌધરી પ્રકાશ ઝાની વિસ્ફોટક વેબ સિરીઝથી ઘણી ચર્ચામાં આવી ગઇ હતી. આ પહેલા પણ તે ઘણી સીરિયલ્સમાં કામ કરી ચુકી છે, પરંતુ તેને જોતા જ લોકોના મોઢામાંથી બબીતાનું નામ નીકળી જાય છે. તેના એક ઈન્ટરવ્યુમાં ત્રિધાએ પોતાના અને આ શો વિશે ઘણી વાતો કરી. ત્રિધાએ જણાવ્યું કે બોબી દેઓલ સાથે તેની પ્રથમ મુલાકાત કેટલી રસપ્રદ હતી. શૂટના પહેલા દિવસે જ્યારે તે તેને મળવા ગઈ ત્યારે બોબી મેકઅપ કરી રહ્યો હતો અને જતાની સાથે જ ત્રિધાએ કહ્યું કે હું પ્રીતિ ઝિન્ટાને પસંદ કરું છું. શું તમે મને તેમનાથી મળાવી શકશો?

બોબીએ કહ્યું કે હા, ચોક્કસ તમારો પરિચય કરાવીશ. ક્યાંક બોબીને લાગ્યું કે તેણે મારા વિશે કશું પૂછ્યું નથી. જો કે, તેમને મારી પ્રામાણિકતા ગમી હતી અને તેથી જ હું તેમની સાથે આટલી સરળતાથી કામ કરી શકી. આ જ ઈન્ટરવ્યુમાં જ્યારે ત્રિધાને પૂછવામાં આવ્યું કે તમને કેવા છોકરાઓ ગમે છે તો ત્રિધાએ કહ્યું કે તેમની સાથે કામ કરી શકે, જે રસોઈમાં પણ મદદ કરી શકે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

પોતાના લગ્ન વિશે વાત કરતા ત્રિધાએ કહ્યું કે તે માત્ર એટલા માટે આ બંધનમાં આવવા માંગતી નથી કે તે એક બાળક ઈચ્છે છે, પરંતુ તે લગ્ન કરવા માંગે છે કારણ કે તેને એક એવો સાથી જોઈએ છે જેની સાથે તે પોતાની ખુશી અને દુ:ખ શેર કરી શકે. નાની વસ્તુ શેર કરી શકાય છે. જ્યારે ત્રિધાની વાત આવે છે, ત્યારે તે પૂછવું આવશ્યક છે કે તે બોબી દેઓલ સાથે બોલ્ડ સીન કરવા માટે કેવી રીતે સંમત થઈ.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

તેણે કહ્યુ કે, આ સીન શૂટ કરવા માટે ઘણા પ્રકારના કેમેરા એંગલની મદદ લેવામાં આવે છે. અલગ-અલગ સિક્વન્સથી શૂટિંગ કરવામાં આવે છે. ત્રિધા ચૌધરીએ જણાવ્યું કે બોબી દેઓલ ખૂબ જ સાધારણ વ્યક્તિ અને એક મહાન અભિનેતા છે. આ કારણે તેની સાથે બોલ્ડ સીન કરવા સરળ બની ગયા. તમને જણાવી દઈએ કે, પોતાની જોરદાર એક્ટિંગથી લાઈમલાઈટમાં આવેલી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ત્રિધા ચૌધરીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

અભિનેત્રીએ ટેલિવિઝન શો ‘દહેલીઝ’માં પોતાની માસૂમિયતથી લોકોના દિલ જીતી લીધા હતા અને ત્યારથી તેણે પોતાની બોલ્ડ સ્ટાઇલથી દર્શકોને દંગ કરી દીધા છે. અભિનેત્રીએ વેબ સિરીઝ ‘આશ્રમ’માં બબીતાના પાત્રથી દર્શકોના દિલ પર ઊંડી છાપ છોડી. જોકે, ઘણા લોકોએ બાબા રામ રહીમ પર બનેલી વેબ સીરિઝનો વિરોધ પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

‘આશ્રમ’ વેબ સીરીઝમાં ત્રિધાની એક્ટિંગ કરિયર માટે માઈલસ્ટોન સાબિત થઈ અને ત્યાર બાદ તેની ડિમાન્ડ પણ વધવા લાગી.તમને જણાવી દઈએ કે ત્રિધા ચૌધરીએ ‘આશ્રમ’માં બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા, જેના કારણે તે ચર્ચામાં આવી હતી. તેણે વર્ષ 2013માં બંગાળી ફિલ્મ ‘મિશોર રોહોસ્યો’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. હવે તે ટૂંક સમયમાં રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’માં જોવા મળશે.

Shah Jina