દેશભક્તિ બતાવવાનો ઉત્સાહ તો જુઓ, વ્યક્તિએ પોતાની આંખમાં બનાવ્યો તિરંગો, તસવીર તમારી અંદર પણ દેશભક્તિ જગાવી દેશે

15મી ઓગસ્ટ આવવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સરકાર દ્વારા પણ “હર ઘર તિરંગા” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સાથે જ ઘણા લોકોએ પોતાના સોશિયલ મીડિયામાં પણ પોતાનું ડીપી તિરંગાનું રાખી લીધું છે અને આ સિવાય પણ ઘણા લોકો અલગ અલગ રીતે દેશભક્તિ બતાવતા હોય છે, ત્યારે આજે અમે તમને એવા જ એક વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે ‘હર ઘર તિરંગા’ અભિયાનને એટલી ગંભીરતાથી લીધું છે કે તેને એક અલગ જ સ્તર પર લઈ ગયું છે.

આ વ્યક્તિની આંખમાં તિરંગાનો ધ્વજ બનેલો છે. વાંચીને નવાઈ જરૂર લાગે પરંતુ આ વ્યક્તિએ તેની આંખની કિકી પાસે તિરંગો બનાવ્યો છે. તમને વિચારીને નવાઈ લાગશે કે આંખમાં કેવી રીતે પેઇન્ટિંગ કરવામાં આવ્યું, તો જણાવી દઈએ કે આ વ્યક્તિએ આંખમાં આ કળા માટે મિનિએચર આર્ટિસ્ટની મદદ લીધી હતી. કલાકારે ઈંડાની અંદરના પાતળા શેલ પર તિરંગો બનાવ્યો અને પછી તેને આ વ્યક્તિની આંખની અંદર ચોંટાડી દેવામાં આવ્યો.

આ તિરંગાને આંખમાં ચોંટાડવામાં ઘણા કલાકોની મહેનત કરવી પડી કારણ કે આંખ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેની સાથે કોઈપણ પ્રકારનો પ્રયોગ એ એટલી સરળ વાત નથી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો અને આવો પ્રયાસ ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી. તેનાથી આંખોમાં એલર્જી, ખંજવાળ અને ઈન્ફેક્શન થઈ શકે છે.

આ કલાકાર તમિલનાડુનો છે અને તે એક સામાજિક કાર્યકર્તા પણ છે. તેને પોતાની જમણી આંખમાં તિરંગો બનાવ્યો છે. સ્વતંત્રતા દિવસ 2022ની પહેલા 52 વર્ષીય UMT રાજા તરીકે ઓળખાતા સોનીએ ભારતીય ધ્વજ પ્રત્યેના તેમના પ્રેમ અને આદર માટે ચકચાર મચાવી હતી. આ ઉપરાંત પણ ઘણા લોકો અલગ અલગ રીતે પોતાની દેશભક્તિ બતાવી રહ્યા છે.

Niraj Patel