સૂર્યાના જન્મદિવસ પર દર્દનાક અકસ્માત, એક્ટર માટે જશ્નની તૈયારી કરી રહેલા બે ચાહકોનું મોત

સાઉથ સુપરસ્ટાર સૂર્યાના જન્મદિવસે થયો અકસ્માત ! તૈયારી કરી રહેલા બે ચાહકોનું થયુ મોત

Suriya’s Two Young Fans Die : તમિલ ફિલ્મના સુપરસ્ટાર અભિનેતા સુર્યાના જન્મદિવસ પર એક દર્દનાક અકસ્માત થયો. રવિવાર 23 જુલાઈએ અભિનેતાનો 48મો જન્મદિવસ હતો. તેમના ચાહકો પણ આ ખાસ પ્રસંગ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ આંધ્રપ્રદેશમાં બે ચાહકો તેમના પ્રિય અભિનેતાના જન્મદિવસ પર વિશાળ બેનરો મૂકતા મૃત્યુ પામ્યા. વીજ શોક લાગવાથી બંને ફેનના મોત થયા હતા. આ ઘટનામાં બંને મૃતકોની ઓળખ એન વેંકટેશ અને પી સાઈ તરીકે થઈ છે.

બે ચાહકોનું થયુ કરંટ લાગવાથી મોત
આ ઘટના શનિવારે બની હતી, જ્યારે બંને તેમના ફેવરિટ એક્ટર સુર્યા માટે ફ્લેક્સ બેનર લગાવી રહ્યા હતા. એન વેંકટેશ અને પી સાઈ નરસરાવપેટની એક ખાનગી કોલેજમાંથી સ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, લોખંડનો સળિયો જેના પર ફ્લેક્સ લગાવવામાં આવી રહ્યુ હતુ તે ઓવરહેડ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવ્યો અને તેના કારણે બંને છોકરાઓને જોરદાર આંચકો લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ બંનેનું મોત નીપજ્યું હતું.

સૂર્યાના જન્મદિવસ પર વિશાળ બેનર લગાવતા હતા મૃતકો
પી સાઈની બહેન અનન્યાએ તેના ભાઈના મૃત્યુ માટે કોલેજ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું હતું. તેણે કહ્યું, ‘મારા ભાઈના મૃત્યુ માટે કોલેજ જવાબદાર છે. અમે કોલેજની ઘણી ફી ભરીએ છીએ. કોલેજમાં જોડાતા પહેલા, તેઓએ અમને ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓનું રક્ષણ અને દેખરેખ રાખવામાં આવશે, પરંતુ તે સ્પષ્ટ છે કે કોલેજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓનું રક્ષણ અને દેખરેખ કરી રહી નથી. રવિવારે સુર્યાના 48માં જન્મદિવસના અવસર પર અભિનેતાની આગામી ફિલ્મ ‘કંગુવા’ની પ્રથમ ઝલક પણ બતાવવામાં આવી છે.

મેગાસ્ટારના જન્મદિવસ પર ફિલ્મનો અદભૂત ફર્સ્ટ લુક રીલિઝ
આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે, જેની પ્રથમ ઝલક જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર દિવાના થઈ ગયા છે. ‘કંગુવા’માં ફરી એકવાર સુર્યા અને ડિરેક્ટર શિવા સાથે આવ્યા છે. ફિલ્મના નિર્માતાઓએ મેગાસ્ટારના જન્મદિવસ પર ફિલ્મનો અદભૂત ફર્સ્ટ લુક રીલિઝ કર્યો હતો, જેમાં અભિનેતા ડૅશિંગ લુકમાં જોવા મળે છે.

Shah Jina