નવરાત્રી સ્પેશિયલ ટોપ 10 ગરબા જેને સાંભળીને મન ગરબાના તાલે ઝૂમી ઉઠશે

નવરાત્રીને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે આપણા બધાના જ મનમાં ગરબાઓ ગુંજવાના શરુ થઇ ગયા હશે. મોટાભાગના લોકોની નવરાત્રીમાં પહેરવા માટેના ચણિયાચોળી અને કેડિયાની શોપિંગ પણ થઇ ચુકી હશે અને કેટલાક લોકો એવા પણ હશે જેમને હવે શોપિંગ કરવાનું યાદ આવ્યું હશે.

નવરાત્રી એટલે માતાજીની આરાધના કરવાનો તહેવાર, જે વિશ્વનો સૌથી લાંબો ચાલતો ડાન્સ ફેસ્ટિવલ પણ છે. લોકો નવરાત્રીમાં જુદી-જુદી રીતે માતાજીની આરાધના કરે છે. કોઈ ઉપવાસ રાખે છે તો કોઈ ઘડા અથવા લોટાની સ્થાપના કરીને અખંડ દીવો પણ કરે છે. કન્યા ભોજન પણ કરાવે છે. જેમાં ગરબા રમવા પણ માતાજીની આરાધના જ ગણાય છે. દેશના ખૂણે-ખૂણે આસ્થા અને શ્રદ્ધાનો માહોલ સાથે જ ઉત્સવનો માહોલ પણ છવાઈ જાય છે.

ત્યારે ગુજરાતી તરીકે આપણે તો ક્યારની નવરાત્રીની તૈયારીઓ શરુ કરી દીધી છે. ગરબા રમવા તો આપણા ગુજરાતીઓની ઓળખ બની ગયું છે. ક્યારેય પણ આપણે ગરબાના ગીતો સાંભળીએ તો આપણે પોતાની જાતને ગરબા રમવાથી રોકી નથી શકતા. આપણે તો નવરાત્રી સિવાય પણ લગ્નમાં, પાર્ટીમાં કે કોઈ પણ બીજા સારા પ્રસંગોએ ગરબા રમીએ છીએ.

ત્યારે તમારી માટે લઈને આવ્યા છીએ એવા ગુજરાતી ગરબાના ગીતોનું લિસ્ટ કે જેને સાંભળીને તમને જરૂરથી ગરબા રમવાની મન થઇ ઉઠશે.

1. તારા વિના શ્યામ મને

2. ગોરી રાધા ને કાળો કાન

3. કુકડા તારી બોલી મને

4. પંખીડા તું ઉડી જજે

5. ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય

6. મહેંદી તે વાવી

7. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડના

8. કેસરિયા રંગ તને લાગ્યો લ્યા ગરબા

9. રમતો ભમતો જાય

10. એક વાર બોલું કે

Shah Jina