‘પોપટલાલ’ કુંવારા નથી, અસલ જીવનમાં છે આટલા બાળકોના પિતા, તસવીરો જોઈને હોંશ ઉડી જશે
ટીવીના પોપ્યુલર શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ચાહકોનો પસંદગીતા શો છે. આ શો છેલ્લા 14 વર્ષથી બધાનું મનોરંજન કરી રહ્યો છે. શોમાં નજર આવનાર બધા પાત્રો પોતાનામાં ખાસ છે. આ શોના બધા કેરેક્ટર પોતાનામાં જ કમાલ નજર આવે છે. શોની પૂરી સ્ટારકાસ્ટને ચાહકો ઘણા પસંદ કરે છે. સીરિયલમાં લગભગ દરેકની જોડી બનેલી છે પરંતુ એકમાત્ર પોપટલાલ જ કુંવારા છે, જેમના શોમાં લગ્ન થયા નથી. જો કે, હવે સમય આવી ચૂક્યો છે. છેલ્લા 13-14 વર્ષોની દર્શકોની રાહ ખત્મ થવા જઇ રહી છે. શોમાં જલ્દી જ પોપટલાલના લગ્ન થવાના છે.
આ તો રહી શોની વાત પરંતુ જણાવી દઇએ કે, પોપટલાલ રિયલ લાઇફમાં પરણિત છે અને તેમના ત્રણ બાળકો પણ છે. સોશિયલ મીડિયા પર પોપટલાલ એક્ટિવ છે. તેઓ કેટલીકવાર પત્ની અને પરિવાર સાથેની તસવીરો પોસ્ટ કરે છે.શ્યામ પાઠકના લગ્ન જીવનની વાત કરીએ તો તેણે વર્ષ 2003માં રેશમી પાઠક સાથે લગ્ન કર્યા હતા. પોપટલાલના લગ્નને 19 વર્ષ થઈ ગયા છે. આ લગ્નથી તેને 3 બાળકો પણ છે. શ્યામ પાઠક પણ પોતાના બાળકો સાથે ઘણી બધી તસવીરો શેર કરે છે.
તમને જણાવી દઈએ કે પોપટલાલનું પાત્ર ભજવનાર શ્યામ પાઠકની ફેન ફોલોઈંગ પણ ઘણી છે. તેની છત્રીવાળી સ્ટાઇલ, લગ્નને લઈને હંમેશા બેચેની, તેનો ગુસ્સો અને ગુસ્સામાં ‘દુનિયા હિલા દૂંગા’ બોલવું એ પ્રેક્ષકોને ગમે છે. દર વર્ષે ગોકુલધામના પરિવારજનો પોપટલાલના લગ્ન કરાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ એવું થતું નથી. છેલ્લા 13-14 વર્ષથી એટલે કે શોની શરૂઆતથી ગોકુલધામ પરિવારના સભ્યો ઘણી અપેક્ષાઓ રાખતા કે તેઓ ચોક્કસપણે ક્યાંક લગ્ન કરશે, પરંતુ હજી સુધી એવું બન્યું નથી.
જોકે, હાલ પોપટલાલના લગ્નની તૈયારીઓ શોમાં ચાલી રહી છે. બહુ ઓછા લોકો જાણે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં કામ કરતા પહેલા શ્યામ પાઠકે 2007ની સુપરહિટ ચીની ફિલ્મમાં કામ કર્યું હતું. 2007માં આ ફિલ્મ ચીનમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. શ્યામ પાઠકે ફિલ્મ ઘુંઘાટથી ડેબ્યૂ કર્યું હતું પરંતુ બાદમાં તેઓ ટીવી તરફ વળ્યા હતા. ટીવીમાં કારકિર્દીની શરૂઆત કરતી વખતે તેમને જસુબેન જયંતિલાલ જોષીના સંયુક્ત પરિવારમાં કામ કરવાની તક મળી.
આ ટીવી શો પછી તે સુખ બાય ચાન્સમાં પણ જોવા મળ્યો પરંતુ તેને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી વાસ્તવિક ઓળખ મળી.હાલમાં શ્યામ પાઠકને અભિનય ગમે છે પરંતુ શરૂઆતમાં તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતો હતો. પરંતુ નસીબ તેને અભિનયમાં લાવ્યું અને આજે તે પોપટલાલના રોલમાં સંપૂર્ણ રીતે પ્રભુત્વ ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક્ટર શ્યામ પાઠકે રેશ્મીએ લવ મેરેજ કર્યા હતાં. તેનાં ઘરવાળા આ સંબંધની વિરોધમાં હતા તેથી તેનાં પરિવારથી બબાલ કરીને તેમણે રેશમી સાથે લગ્ન કર્યા હતાં.