તો આખરે મળી જ ગયા નવા દયાભાભી ! દયાભાભીની કરી એવી ધાંસૂ એક્ટિંગ કે ચાહકો બોલ્યા- જલ્દી ટીવી પર આવો

દયાભાભીની શોધ ખત્મ ! ચાલ-ઢાલ જોઇ તમે પણ કહેશો વાહ- જુઓ વીડિયો

છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરતો શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ટીવીનો પોપ્યુલર અને કોમેડી શો છે. આ શોની સ્ટારકાસ્ટ ઘણી લાંબી છે. શોમાં ઘણા પાત્રો એવા છે, જેઓ હાલ તો શોમાં હયાત નથી પરંતુ તેમની ફેન ફોલોઇંગ એટલી જબરદસ્ત છે કે તેઓ અવાર નવાર ચર્ચામાં આવતા રહેતા હોય છે અને આવું જ એક પાત્ર છે દયાભાભીનું.

જેમને દર્શકોએ આટલા વર્ષોથી ઘણો પ્રેમ આપ્યો છે. હાલ ભલે તેઓ શોમાં જોવા મળતા ન હોય પરંતુ તેમની પોપ્યુલારિટી હજી પણ એવી જ છે. આજે પણ દર્શકો તેમને શોમાં જોવા માટે આતુર રહે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો દર્શકોનો ખુબજ મનગમતો શો છે. આ શોના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે, ત્યારે હાલ નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે અને આ દરમિયાન તારક મહેતાના ચાહકો દયાબેનના ગરબા ખુબ જ મિસ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે હવે આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં નાની દયાબેન નજર આવી રહી છે, જે બિલકુલ દયાભાભીની જ કોપી લાગી રહી છે. દયાબેનની નકલ કરતી તેમની ફેન કહે છે કે અંજલી ભાભી આ નવરાત્રીનો તહેવાર છે નવરાત્રીનો. તેમાં તો નાચવાનું, કૂદવાનું હોય અને તમને અંતાક્ષરી રમો છો- બેઠે બેઠે કયા કરે કરના હે કુછ કામ…

આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, કેવી લાગી તમને અમારી 9 વર્ષની નાની દયાબેન સુમન ? સોશિયલ મીડિયા પર આ વીડિયો આવતાની સાથે જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ બાળકીની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, આની એક્ટિંગ તો ખૂબ જ સરસ છે. આને જ શોમાં કાસ્ટ કરી લો. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ કે, આ બાળકીનું ટેલેન્ટ જોઇ એક પળ માટે તો કોઇ પણ કંફ્યુઝ થઇ જાય. જો કે, કેટલાક યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે દયાબેનની જગ્યા કોઇ ન લઇ શકે.

સુમનને તારક મહેતાના દયાબેનનું પાત્ર ઘણુ પસંદ છે. આ માટે તે દયાબેનના ગેટઅપમાં અવાર નવાર વીડિયો શેર કરે છે. સુમને તેના ઇન્સ્ટા બાયોમાં લખ્યુ છે કે, તેને મિમિક્રી કરવી ઘણી પસંદ છે. 9  વર્ષની આ નાનકડી દયાભાભીની અદાકારી જોઇ ચાહકો તેને દિલ વાળા રિએક્શન આપી રહ્યા છે.

હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે અને આ સમયે ગરબા રસિકો પણ ગરબાના રંગે રંગાયા છે, ત્યારે તારક મહેતામાં પણ નવરાત્રી ઉપર ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના કારણે તારક મહેતાના ચાહકો પણ આ નવરાત્રી ઉત્સવમાં દયાબેનના ગરબાને ખુબ જ મિસ કરતા હશે.

ઉલ્લેખનીય છે કે તારક મહેતા ધારાવાહિકના ઘણા પાત્રો બદઅલી ચુક્યા છે. શોના મેકર્સને પણ શોમાંથી નીકળી ગયેલા પાત્રોની રિપ્લેસમેન્ટ મળી ગયું છે, પરંતુ હજુ સુધી શોના મેકર્સ દયાબેનના પાત્રને રિપ્લેસ કરી શક્યા નથી.  દયાબેન ઉર્ફે દિશા વાંકાણીને શો છોડવાને ઘણો સમય થઇ ગયો છતાં તેમના પાત્રમાં કોઈ આવી શક્યું નથી.


તારક મહેતાના ચાહકો પણ દયાબેનના પાત્રની અંદર દિશા વાંકાણીને જ જોવા ઈચ્છે છે, શોને મેકર્સને પણ ચાહકો વારંવાર દિશા વાંકાણીને શોમાં પરત લાવવા માટે જણાવતા હોય છે. મેકસર પણ દર્શકોને સતત આશ્વાસન આપતા જોવા મળે છે.

Shah Jina