બેંકની નોકરી છોડી ‘તારક મહેતા…’ના આ કલાકારે કર્યો એક્ટિંગની દુનિયામાં પ્રવેશ- પહેલા નિભાવતો હતો નાના-મોટા રોલ

વર્ષ 2008માં અસિત મોદી એક સિરિયલ લઈને આવ્યા જે કોમેડી હોવાની સાથે સાથે તેમાં ઘણા સામાજિક સંદેશા પણ આપવામાં આવ્યા છે. આ શોનું નામ છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’… જેને કારણે ઘણા એક્ટર અને એક્ટ્રેસેસની કિસ્મત બની ગઇ. આ શોને કારણે સ્ટાર્સને દરેક ઘરમાં ઓળખ મળી અને આમાંથી એક છે તન્મય વેકરિયા, જે શોમાં ‘બાઘા’નો રોલ પ્લે કરે છે.

આ શોમાં બાઘાનું પાત્ર એકદમ અલગ છે પરંતુ રિયલ લાઈફમાં તે બિલકુલ બાઘા જેવો નથી, આ વાત ખુદ અભિનેતાએ કહી છે જો કે તન્મય વેકરિયાએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે, પરંતુ જે લોકપ્રિયતા તેને ‘તારક મહેતા’માં મળી તે બીજા શોથી મળી નથી. તન્મય કહે છે કે જ્યારે પણ કોઈ તેને જુએ છે, ત્યારે તે તેને તેના અસલી નામ કરતાં બાઘાના નામે બોલાવે છે અને આ તેના માટે ગર્વની વાત છે. ચાલો આજે તન્મય વેકરિયાના સંઘર્ષ વિશે કેટલીક ખાસ વાતો જાણીએ.

તન્મય વેકરિયાનો જન્મ વર્ષ 1981માં સુરતમાં થયો હતો. તન્મય ગુજરાતી મધ્યમ વર્ગ પરિવારનો હતો. તન્મય સિવાય તેનો એક નાનો ભાઈ છે જે CA તરીકે કામ કરે છે. તન્મય સ્નાતક થયા પછી થિયેટરમાં જોડાયો કારણ કે તે એક અભિનેતા બનવા માંગતો હતો. 30 વર્ષની ઉંમર સુધીમાં તન્મયના લગ્ન થઈ ગયા હતા અને તે એક પુત્રીનો પિતા પણ બન્યો. તન્મય વેકરીયાનો સંઘર્ષ ઘણો લાંબો હતો પરંતુ અંતે તેને સફળતા મળી.

થિયેટરમાં વધુ કમાણી કરી શક્યો નહિ તો તેના પિતાએ તેના પર નોકરી માટે દબાણ કર્યું, ત્યારે તેણે તેના મામા કે જેઓ સીએ હતા અને મુંબઈમાં રહેતા હતા તેમની સાથે નોકરી લીધી. તન્મયને તેના મામા 700 રૂપિયાનો પગાર આપતા અને તે તેના ખર્ચને પહોંચી વળવા માટે પૂરતો ન હતો, તેમ છતાં તે તેની નોકરીની સાથે સાથે થિયેટર કરતો. શરૂઆતના દિવસોમાં તન્મયે દિલીપ જોશીના નાટકમાં દિશા વાકાણી સાથે કામ કર્યું હતું.

ઘણા વર્ષોની મુશ્કેલી પછી તેને એક શો મળ્યો જેમાં તેણે સ્મૃતિ ઈરાનીના નાના ભાઈની ભૂમિકા ભજવી હતી. આ પછી તેને નાની-નાના રોલ મળતા રહ્યા. તન્મય વેકરિયાએ જણાવ્યું કે તેણે લગભગ 10 વર્ષ સુધી સંઘર્ષ અને પરેશાનીઓનો સામનો કર્યો અને તે દરમિયાન તે ડિપ્રેશનમાં પણ જતો રહ્યો હતો. વર્ષ 2010માં તેને તારક મહેતાની ફિલ્મ ઉલ્ટા ચશ્મા મળી અને તેનું નસીબ બદલાયુ. અભિનેતાએ કહ્યું કે તેણે તે ઓડિશન કોઈ પણ મન વગર આપ્યું હતું પરંતુ તે જાદુ જેવું સાબિત થયું અને તે રાતોરાત સ્ટાર બની ગયો.

તન્મય વેકરિયાએ ‘ઢૂંઢતે રહે જાઓગે’, ‘એફઆઈઆર’, ‘ભલે પધાર્યા’, ‘સમય ચક્ર’ અને ‘ઘર ઘર કી વાત’ જેવા ટીવી શો કર્યા છે. તન્મયે ઘણી ગુજરાતી ટીવી સિરિયલો પણ કરી છે. આજે લોકો તન્મય વેકરિયાને બાઘા તરીકે ઓળખે છે, જેણે અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત અને સંઘર્ષ કર્યો છે. તારક મહેતા શોથી તેને ઘરે ઘરે ઓળખ મળી ચૂકી છે. તારક મહેતા માટે તેને 22થી24 હજાર વચ્ચે ફીસ મળે છે.

Shah Jina