સલમાન ફાયરિંગ કેસ : પનવેલમાં ભાડા પર રૂમ, ગેલેક્સી એપાર્ટમેન્ટની રેકી…સલમાન ખાન કેસમાં મોટો ખુલાસો- પોલિસથી બચવા કર્યો વેશ પલટો

સલમાન ખાનની એક મહિના સુધી રેકી…સલમાનના ફાર્મહાઉસ પર પણ હતી નજર, તપાસમાં થયો નવો ખુલાસો, જાણો

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કેસમાં સતત ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસના આરોપીઓએ પણ પોલિસે ગુજરાતના ભુજમાંથી ઝડપી પાડ્યા છે. આજે સાંજે તેઓને મુંભઇની કોર્ટમાં રજૂ કરાશે. મહારાષ્ટ્રના બાંદ્રામાં અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે મોટરસાઇકલ સવાર આરોપીઓ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં લગભગ એક મહિનાથી ભાડાના મકાનમાં રહેતા હતા. આ વિસ્તારમાં સલમાનનું ફાર્મહાઉસ છે.

એક પોલીસ અધિકારીએ સોમવારે આ જાણકારી આપી હતી. દિવસ દરમિયાન પોલીસે ઘટનાના સંબંધમાં નવી મુંબઈના ત્રણ લોકોની પૂછપરછ કરી હતી, જેમાં ઘરના માલિક, ગુનામાં વપરાયેલ ટુ-વ્હીલરના અગાઉના માલિક, વેચાણની સુવિધા આપનાર એજન્ટ અને અન્ય કેટલાક લોકોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે આ મોટરસાઈકલ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના નામે નોંધાયેલ છે. પનવેલના આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે જણાવ્યું કે આ વ્યક્તિએ હાલમાં જ મોટરસાઇકલ અન્ય વ્યક્તિને વેચી દીધી હતી અને બે લોકોએ સવારે બાંદ્રામાં ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ત્રણ-ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ અને ત્યાંથી ભાગી ગયા હતા.

સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. અધિકારીએ જણાવ્યું કે તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ જે ટુ વ્હીલર છોડી ભાગી ગયા હતા તે પનવેલમાં રહેતા એક વ્યક્તિના નામે રજીસ્ટર કરવામાં આવી હતી, જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં ગઈ અને વાહન માલિક અને અન્ય બે લોકોને પૂછપરછ માટે લઈ આવી હતી. આરોપીઓ ફાયરિંગ બાદ એક ચર્ચની નજીક ટુ વ્હીલર છોડી ચાલ્યા ગયા હતા. સલમાન ખાન કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાત પોલીસની મદદથી 24 વર્ષિય વિક્કી સાહબ ગુપ્તા અને 21 વર્ષ સૂરજ શ્રીજોગેન્દ્ર પાલને ઝડપી પાડ્યા છે.

આરોપીઓ સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરીને યુપીના બદલે પોલીસને મૂર્ખ બનાવવાનો પ્લાન કરી ગુજરાત પહોંચ્યા હતા કારણ કે તેમને લાગતું હતું કે અહીં તેઓ એકદમ સુરક્ષિત છે અને પોલીસ તેમના સુધી પહોંચી નહીં શકે. આ બંને આરોપીઓએ તો પોલીસથી બચવા માટે પોતાનો વેશ પણ બદલી નાખ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીઓને કચ્છના માતાનો મઢ પાસે તેમના સગાના ઘરેથી ઝડપ્યા હતા. આરોપીઓનું બિહાર કનેક્શન નીકળ્યુ છે તેઓ પશ્ચિમ પંચાનેર જિલ્લાના નરટિયા તાલુકાના મસહી ગામના રહેવાસી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીઓને પકડવામાં આરોપીઓને સીસીટીવીની મદદથી સફળતા મળી છે. આરોપીઓ ઓળખાય ન શકે એટલે કે ઓળખ છતી ન થાય એટલે તેઓએ વાળ કપાવી નાખ્યા હતા અને દાઢી પણ કરાવી લીધી હતી. જો કે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમે બંને શૂટર્સને શોધી કાઢ્યા હતા.

Shah Jina