ઇન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવનાર કીલી પોલ આવ્યો ગુજરાતની મુલાકાતે… જુઓ ગુજરાતમાં આવીને શું કરી રહ્યો છે તે

KILI Paul in Gujarat : આજકાલ જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો રાતો રાત સુપરસ્ટાર પણ બની ગયા છે. એવું જ એક નામ છે તાન્ઝાનિયાના યુવક કીલી પોલનું. જે હિન્દી ગીતો પર લિપસિંગ વીડિયો બનાવે છે અને તેના ટેલેન્ટને આખી દુનિયા વખાણે છે, કીલી હિન્દી સાથે સાથે ક્યારેક ગુજરાતી ગીતો પર પણ લિપસિંગ કરતો જોવા મળે છે. તે તેની બહેન નીમા સાથે પણ વીડિયો બનાવે છે જેના બાદ કીલીના લાખો ચાહકો પણ સોશિયલ મીડિયામાં છે.

કીલી પોલ અને તેની બહેનના ટેલેન્ટને ખુદ પીએમ મોદી પણ વખાણી ચુક્યા છે. ત્યારે હાલ કીલી ગુજરાતની મુલાકાતે આવ્યો છે અને ગુજરાતી ચાહકોને મળી રહ્યો છે. કીલી ભલે આટલો મોટો સુપરસ્ટાર હોય પરંતુ તે સહેજ પણ અભિમાન વિના તેના ચાહકો સાથે સેલ્ફી પણ લઇ રહ્યો છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન કીલીના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

ત્યારે ચાહકોને પણ એ જાણવાની ઉત્સુકતા છે કે આખરે કીલી ગુજરાતમાં કેમ આવ્યો છે ? તો તમને જણાવી દઈએ કે કીલી પોલ ગુજરાતમાં એક લગ્ન પ્રસંગની અંદર હાજરી આપવા માટે આવી પહોંચ્યો છે. આ લગ્ન અમદાવાદમાં થવાના છે અને ત્યાં કીલી લગ્નમાં પણ જોવા મળશે. કીલીનું વ્યક્તિત્વ પણ ખુબ જ ડાઉન ટુ અર્થ છે. જેથી ચાહકોને પણ આ વિદેશી સ્ટારને મળવાનું ગમી રહ્યું છે.

કીલી પોલને ગુજરાતી ભાષા આવડતી નથી, છતાં તે ઘણા ગુજરાતી ગીતો પર લિપસિંગ કરે છે. હાલમાં જ તેને લવની ભવાઈ ફિલ્મના “વાલમ આવોને” ગીતનું પણ લિપસિંગ કર્યું હતું, આ ગીત જીગરદાન ગઢવીના અવાજમાં ગાવામાં આવ્યું છે. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો અને સાથે જ કીલીએ ગુજરાતમાં આવી રહ્યો છે એમ પણ કેપશનમાં જણાવ્યું હતું.

કીલી પોલનું ગુજરાતમાં ઉષ્માભેર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ગુજ્જુરોક્સ ટીમ દ્વારા કીલી પોલ જ્યાં પણ જાય છે તેને સ્પોટ કરવામાં આવે છે અને તેના વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. ત્યારે ચાહકો પણ કીલી પોલને ગુજરાતમાં જોઈને ખુબ જ ખુશ છે. હજુ આગામી થોડા સદિવસ સુધી કીલી પોલ ગુજરાતમાં જ રહેશે તેવી પણ ખબર સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Aanchal
error: Unable To Copy Protected Content!