પોતાની માનતા ના ફળી તો માજી સરપંચે ગામના મંદિરમાં જ લગાવી દીધી આગ, પોલીસે કરી ધરપકડ
Former Sarpanch Burnt The Temple : દરેક વ્યક્તિને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા હોય છે, તે કોઈપણ શુભ કાર્ય કરે ત્યારે સૌથી પહેલા ઈશ્વરના આશીર્વાદ લેતા હોય છે, તો ઘણીવાર ઘણા લોકો માનતા પણ માનતા હોય છે અને પોતાનું ધાર્યું કામ પૂર્ણ થતા મંદિરે દર્શન પણ કરવા જતા હોય છે, પરંતુ હાલ રાજકોટમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સૌને હેરાન કરી દીધા છે, રાજકોટના એક ગામમાં પોતાનું ધાર્યું કામ પૂર્ણ ના થવા પર ગામના જ માજી સરપંચે મંદિરમાં આગ લગાવી દેવાની ઘટના સામે આવી છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ-અમદવાદ હાઇવે પર અવાયેલા જીયાણા ગામમાં ગત 13 મેના રોજ મોડીરાત્રે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બે મંદિરોમાં ટાયર સળગાવી આગ લગાવવી હોવાની ઘટના સામે આવી હતી, જેમાં રામદેવ પીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબી સળગી ગઈ હતી. મંદિરમાં આગ લગાવવાની આ ઘટના સામે આવતા ગ્રામજનોની લાગણી પણ દુભાઈ હતી અને તેમની અંદર પર રોષ ભભૂકી ઉઠ્યો હતો.
શરૂઆતમાં આ કાર્ય અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યું હોવાની આશંકા હતી. જેના બાદ આ મામલે તાલુકના પંચાયતના સદસ્ય દ્વારા એરપોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં સામે આવ્યું હતું કે આ આગ બીજા કોઈએ નહિ પરંતુ ગામના જ પૂર્વ સરપંચ દ્વારા લગાવવામાં આવી છે. પોલીસે માજી સરપંચની ધરપકડ પણ કરી લીધી. આ મામલે એવું પણ સામે આવ્યું છે કે , પૂર્વ સરપંચે ખૂબ પૂજા પાઠ કર્યા પણ સ્થિતિ ન સુધરતા તેણે ટાયર સળગાવી મંદિરમાં નાખી રામાપીરની મૂર્તિ અને મેલડી માતાજીની છબિ નષ્ટ કરી નાખી હતી.