48 કલાક પહેલા કરી પાર્ટી, મિત્રો સાથે કર્યો ખૂબ ડાંસ- એવું તો શું થયુ કે બે દિવસ બાદ એક્ટ્રેસ અમૃતા પાંડેએ કીર આત્મહત્યા

કેમ કરી આ ફેમસ હિરોઈને આત્મહત્યા ? 48 કલાક પહેલા કરી પાર્ટી, મિત્રો સાથે કર્યો ખૂબ ડાંસ- એવું તો શું થયુ કે.. જાણો

અભિનેત્રી અમૃતા પાંડેની આત્મહત્યાનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેણે શા માટે આપઘાત કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. અમૃતાનો મૃતદેહ ભાગલપુરમાં તેના ફ્લેટમાં પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જોગસર પોલીસ સ્ટેશન આ મામલે તપાસમાં વ્યસ્ત છે.

અમૃતાના ફ્લેટની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. તે ભાગલપુરના આદમપુર જહાજ ઘાટ સ્થિત દિવ્યધર્મ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 104માં રહેતી હતી. મોત પહેલા અમૃતા પાંડેએ તેના વોટ્સએપ પર એક સ્ટેટસ પોસ્ટ કર્યું હતું, જેમાં લખેલુ હતું કે ‘તેનું જીવન બે નાવ પર સવાર હતુ, એટલે મેં મારી બોટ ડૂબાડી તેની સફર સરળ બનાવી દીધી.’ હવે સવાલ એ થાય છે કે અભિનેત્રી ડિપ્રેશનમાં કેમ હતી?

થોડા દિવસો પહેલા અમૃતાની બહેન વીણાના લગ્ન થયા હતા. શુક્રવારે રાત્રે તેઓએ ખૂબ મજા કરી હતી, પરંતુ બીજા જ દિવસે તેણે આત્મહત્યા કરી લીધી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે થોડા વર્ષો પહેલા અમૃતા અને તેના પતિ ચંદ્રમણિની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. તે સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ બાદમાં મામલો થાળે પડ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું કે અમૃતાએ આત્મહત્યાના બે દિવસ પહેલા તેના ગ્રુપ સાથે પાર્ટી કરી હતી અને ત્યાં તેનો પતિ પણ ત્યાં હાજર હતો. બંનેએ સાથે ખાવાનું પણ ખાધુ હતુ. અમૃતાને તેની બે બહેનો અને પિતરાઈ ભાઈ સાથે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો, જ્યારે તેની મોટી બહેન સાથે તેના સારા સંબંધો હતા. મોટી બહેનની દીકરી અમૃતા સાથે મુંબઈમાં રહેતી હતી,

અમૃતાએ પાંચ વર્ષ પહેલાં રામકૃષ્ણ બજરંગી ફિલ્મમાં કામ કર્યું હતું. ત્યારપછી તેને કોઈ મોટી ફિલ્મ નથી મળી. જેના કારણે તે પરેશાન હતી. પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. તેના પતિની પણ પૂછપરછ કરવામાં આવશે. જો કે, એવું સામે આવ્યુ છે કે ઘટના સમયે તે ફ્લેટમાં હાજર નહોતો.

Shah Jina