આને ધોની પ્રત્યેનો પ્રેમ કહેવાય કે મૂર્ખતા ? છોકરીઓની સ્કૂલ ફી ભરવા માટે પૈસા નથી અને ધોનીને જોવા ખર્ચી નાખ્યા 64, 000 રૂપિયા… જુઓ

ધોનીના આ ચાહકે છોકરીઓનું સ્કૂલની ફી ના ભરી અને બ્લેકમાં 64,000 રૂપિયા ખર્ચીને ધોનીની લાઈવ મેચ જોવા માટે આવ્યો, વીડિયો વાયરલ

Csk Fan Holds His Daughters School Fees : ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને ધોનીની એક ઝલક જોવા માટે લોકો કંઈપણ કરવા માટે તૈયાર હોય છે. સોશિયલ મીડિયામાં તમે ધોનીના ચાહકોના ઘણા બધા વીડિયો જોયા હશે. મહેન્દ્ર સિંહ ધોની હાલ ઈન્ટરનેશલ ક્રિકેટમાંથી તો સન્યાસ લઇ ચુક્યો છે પરંતુ આઈપીએલમાં રમતો જોવા મળે છે. ત્યારે ધોનીના ચાહકો સીએસકેની મેચ દરમિયાન પણ મોટી સંખ્યામાં મેદાનમાં આવે છે.

ધોનીના આવા જ એક ચાહકે CSK મેચ જોવા માટે 64 હજાર રૂપિયાની ટિકિટ ખરીદી હતી. તે વ્યક્તિ ધોનીને તેની ત્રણ દીકરીઓને લાઈવ રમતા બતાવવા માંગતો હતો. તે વ્યક્તિએ કહ્યું કે તેણે ટિકિટ તો લીધી છે પરંતુ તેની દીકરીઓની સ્કૂલની ફી ભરવાની બાકી છે. આ વ્યક્તિએ બ્લેકમાં ટિકિટ ખરીદી હતી.

એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેણે કહ્યું- “મને ટિકિટ ન મળી તેથી મેં બ્લેકમાં ટિકિટ ખરીદી. મારે હજુ તેમની સ્કૂલની ફી ભરવાની છે, પરંતુ અમે ધોનીને એકવાર જોવા માગતા હતા. મારી ત્રણ દીકરીઓ અને હું ખૂબ ખુશ છીએ.” તે વ્યક્તિની નાની દીકરીએ કહ્યું “મારા પિતાએ ખૂબ મહેનત કરીને આ ટિકિટો ખરીદી છે.”

જોકે, સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સને ધોનીના ફેન્સનું આ નિવેદન પસંદ આવ્યું નથી. એક યુઝરે ધોની પ્રત્યેનો પ્રેમ દર્શાવતો વીડિયો શેર કર્યો છે. પરંતુ દીકરીઓની સ્કૂલની ફી રોકીને મેચ જોવાનો વિચાર ઘણા લોકોને પસંદ ન આવ્યો. એક યુઝરે લખ્યું- આ પિતા કહે છે કે મારી પાસે મારી દીકરીઓની સ્કૂલ ફી ભરવા માટે પૈસા નથી, પરંતુ ધોનીને જોવા માટે બ્લેક ટિકિટ ખરીદવા માટે 64,000 રૂપિયા ખર્ચ્યા. આ મૂર્ખતાને વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી.

Niraj Patel