સાઉથની હિરોઈન પ્રિયામણિએ પ્રેમમાં તોડી જાતિ-ધર્મની દિવાલ, IPLમાં પ્રેમ ચઢ્યો પરવાન ને 2 બાળકોના પિતા સાથે કરી લીધા લગ્ન- જુઓ આખી સ્ટોરી
અભિનેત્રી પ્રિયા વાસુદેવ મણિ એટલે કે પ્રિયામણી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. Paruthiveeran ફેમ એક્ટ્રેસ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પ્રાપ્તકર્તા છે અને તેણે હાઇ-રેટેડ OTT સીરીઝ ધ ફેમિલી મેનમાં અભિનય કરીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે. આ દિવસોમાં અભિનેત્રી તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. અંગત જીવનની વાત કરીએ તો, પ્રિયામણીએ તેના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા છે અને બંનેની લવ સ્ટોરી ખાસ કરીને ક્રિકેટ ચાહકોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે.
જો કે આ સુંદર કપલ ભાગ્યે જ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે. સાઉથ એક્ટ્રેસ પ્રિયામણી આ દિવસોમાં તેની ફિલ્મ ‘મેદાન’ને લઇને પણ ઘણી ચર્ચામાં છે. ત્યારે આ દરમિયાન અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના લગ્ન દરમિયાન તેને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી. અભિનેત્રીએ તેના લગ્નના દિવસોને યાદ કર્યા અને તેના મુશ્કેલ સમય વિશે પણ જણાવ્યુ. પ્રિયામણીએ કહ્યું – ‘મુસ્તફા રાજ સાથે મારા લગ્ન પછી લોકોએ મારી ખૂબ ટીકા કરી હતી.
જો હું સાચું કહું તો મને મારા લગ્ન પર લોકોની નકારાત્મક પ્રતિક્રિયા જોઈને ખૂબ ખરાબ લાગ્યું. આ સમય દરમિયાન મારા પતિ ઢાલ બનીને ઉભા રહ્યા અને મને કહ્યું જો ગમે તે થાય હું હંમેશા તમારી સાથે ઉભો રહીશ. અભિનેત્રીએ આગળ કહ્યું- અમે એકબીજાને ડેટ કરી રહ્યા હતા ત્યારથી મારા વિશે ઘણી અફવાઓ બહાર આવી રહી હતી પરંતુ તે સમયે પણ મેં મારા પાર્ટનરને મારા પર વિશ્વાસ કરવાનું કહ્યું હતું. હવે તોફાન હોય કે ભૂકંપ અમે હંમેશા સાથે રહીશું. અમે ત્યારે પણ આ શપથ સાથે ઉભા હતા અને આજે પણ સાથે મળીને દરેક વસ્તુનો સામનો કરી રહ્યા છીએ.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, મેદાન ફિલ્મમાં એક્ટ્રેસ અજય દેવગન સાથે લીડ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રીના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યુ છે. જણાવી દઈએ કે ફિલ્મ મેદાન સિવાય અભિનેત્રી યામી ગૌતમની હિટ ફિલ્મ ‘આર્ટિકલ 370’માં પણ લીડ રોલમાં જોવા મળી હતી. શાહરૂખ ખાનની જવાનમાં પણ અભિનેત્રીની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા.એક્ટ્રેસના અંગત જીવનની વાત કરીએ તો, તેનો પતિ મુસ્તફા રાજ પહેલાથી જ પરિણીત હતો અને તેની પહેલી પત્નીનું નામ આયેશા છે.
જો કે, બંને 2013માં અલગ થઈ ગયા હતા. આ પછી પ્રિયમણીએ 2017માં મુસ્તફા રાજ સાથે લગ્ન કર્યા. પરંતુ મુસ્તફાની પહેલી પત્ની આયેશાએ દાવો કર્યો હતો કે તેણે મુસ્તફાથી છૂટાછેડા લીધા નથી. આયેશાએ તો એવો પણ દાવો કર્યો હતો કે પ્રિયમણી અને મુસ્તફા રાજના લગ્ન માન્ય નથી. જો કે, મુસ્તફાએ પાછળથી આયેશાના દાવાને નકારી કાઢ્યા અને કહ્યું કે તેની પહેલી પત્ની પૈસા પડાવવા માટે હંગામો મચાવતી હતી.
મુસ્તફાને તેના પહેલા લગ્નથી બે બાળકો પણ છે. પ્રિયમણી અને મુસ્તફા રાજની પહેલી મુલાકાતની વાત કરીએ તો તેઓ બેંગલુરુમાં IPL મેચ દરમિયાન મળ્યા હતા. પ્રિયમણી તેની ટીમની મેચમાં હાજરી આપવા માટે ત્યાં ગઈ હતી, કારણ કે તે ટુર્નામેન્ટમાં ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર હતી. મુસ્તફા રાજ ટૂર્નામેન્ટનો ઇવેન્ટ મેનેજર હતો અને આ સમય દરમિયાન તેઓ એકબીજાને મળ્યા, પરંતુ તે એક અધિકૃત મીટિંગ હતી. જો કે, કેરળમાં પ્રિયામણિ અને મુસ્તફાની પ્રથમ મુલાકાત વ્યક્તિગત હતી.
આ સમય દરમિયાન બંને એકબીજાને વધુ અનૌપચારિક રીતે મળ્યા. બંને ધીમે ધીમે સારા મિત્રો બન્યા અને ચાર વર્ષ સુધી મિત્રતા બાદ બંને એકબીજાને વધુ ઊંડાણથી સમજવા લાગ્યા. લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ડી ફોર ડાન્સના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં મુસ્તફાએ આખરે નેશનલ ટેલિવિઝન પર પ્રિયમણિને પ્રપોઝ કર્યું અને વર્ષ 2016માં તેમની સગાઈ બાદ 23 ઓગસ્ટ 2017ના રોજ બેંગલુરુમાં બંને લગ્નના બંધનમાં બંધાયા.