તારક મહેતાના ફેન્સ હાથે લાગી ફરી નિરાશા, દયાભાભી નહિ આવે પણ…..હવે થયો નવો ખુલાસો

હાલમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ચાહકોની ખુશીનું કંઇ ઠેકાણુ રહ્યુ ન હતુ કારણે તેમને એવી ખુશખબરી મળી હતી કે જેની તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા. દયાબેનનું પાત્ર ઘણા વર્ષોથી શોમાંથી ગાયબ હતું પરંતુ હાલમાં જ શોના નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યુ હતુ કે દયાબેન પરત ફરવાના છે. પ્રોમો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. દયાબેનના પરત ફર્યાના સમાચાર સાંભળીને દર્શકો આનંદમાં આવી ગયા હતા.

પરંતુ હવે ચાહકોને મોટો આંચકો લાગવા જઈ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો તાજેતરનો એપિસોડ જોઈને સ્પષ્ટ થઇ રહ્યુ છે કે દયાબેન શોમાં પાછા નથી આવી રહ્યા. છેલ્લા એપિસોડમાં એવું બતાવવામાં આવ્યું હતું કે સુંદરલાલ જેઠાલાલને વચન આપે છે કે તે કોઈપણ રીતે દયાબેનને મુંબઈ લઈને આવશે. પરંતુ પાછળથી બતાવવામાં આવે છે કે તેણે ઉત્સાહમાં તે વચન આપ્યું હતું, આવું કંઈ થવાનું નથી.

આ એપિસોડ જોયા પછી સ્પષ્ટ થઈ ગયું કે દયાબેન નથી આવવાના, જેના કારણે દર્શકો ફરી એકવાર નિરાશ થયા છે. શોના દર્શકો દયાબેનના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, જે હવે કદાચ પૂરી થવાની નથી. હાલમાં જ દર્શકો પોપટલાલના લગ્નની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે, તેવું બન્યુ નહિ. આવી સ્થિતિમાં હવે આ શો પણ ટ્રોલિંગનો સામનો કરી રહ્યો છે. લોકો નિર્માતાઓ પર દર્શકોની ભાવનાઓ સાથે રમત રમવાનો આરોપ લગાવી રહ્યા છે.

Shah Jina