દુઃખદ: ‘ધ કપિલ શર્મા શો’નો એક્ટર લાઇવ આત્મહત્યા કરવા ગયો, ફિનાઇલ ગટગટાવી નાખ્યું પછી જે થયું…

Tirthanand Rao attempts suicide : ‘ધ કપિલ શર્મા શો’માં જુનિયર નાના પાટેકરના નામથી ફેમસ તીર્થાનંદ રાવે ફેસબુક પર લાઈવ થઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તીર્થાનંદનો જીવ બચાવ્યો હતો. જો કે, અભિનેતા હવે ખતરાની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેતાએ ફેસબુક લાઈવ સેશનમાં જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો.

તીર્થાનંદે લાઇવ ઇન્ટરેક્શન દરમિયાન ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેને આવું કરતો જોઈને તેના ઓનલાઈન મિત્રોએ નજીકના પોલીસ સ્ટેશને ફોન કર્યો અને પોલીસ તરત જ તીર્થાનંદના ઘરે પહોંચી ગઈ. જ્યાં તે બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તીર્થાનંદને જુનિયર નાના પાટેકર તરીકે પણ ઓળખવામાં આવે છે. તીર્થાનંદે જણાવ્યું કે તે એક મહિલા સાથે લિવ-ઈનમાં રહેતો હતો, જેને બે દીકરીઓ પણ છે.

આ જ મહિલાના કારણે તેણે આપઘાત જેવું પગલું ભર્યું હતું. તેણે જણાવ્યું કે તે મહિલાને થોડા દિવસ પહેલા મળ્યો હતો. બાદમાં તેણે તીર્થાનંદને પૈસા માટે ધમકાવવાનું શરૂ કર્યું અને તેની સામે કેસ પણ કર્યો. આ લાઈવ ઈન્ટરએક્શનમાં તીર્થાનંદે કહ્યું કે જો તેને કંઈ થાય તો તેને ન્યાય મળવો જોઈએ. તીર્થાનંદે કહ્યું, આ મહિલાના કારણે મારા પર 3-4 લાખ રૂપિયાનું દેવું છે. હું ઓક્ટોબરથી આ જાણું છું. તેણે મારા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે.

મને ખબર નથી કે મારા પર કયા કારણોસર આરોપો લગાવવામાં આવ્યા છે. પણ તે મને ફોન કરીને મળવાનું કહેતી રહે છે. આ વાતો કહેતા તીર્થાનંદે ગ્લાસમાં ફિનાઇલ લઇ પી લીધુ. તેણે કહ્યું કે જો તેને કંઈ થશે તો તેના માટે માત્ર અને માત્ર તે જ મહિલા જવાબદાર રહેશે. અહેવાલો અનુસાર, જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેઓએ તીર્થાનંદને બેભાન અવસ્થામાં જોયો. જે બાદ તેને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

જો કે, હાલ તે સ્થિર છે અને તેના ઘરે છે. તીર્થાનંદે મીડિયાને કહ્યું કે તે મહિલાના કારણે તે ઘરેથી ભાગી રહ્યો હતો. મેં લગભગ 10 થી 12 દિવસ ઘરની બહાર ફૂટપાથ પર મારી રાત વિતાવી છે. જો કે, આ પહેલીવાર નથી કે જ્યારે તીર્થાનંદે પોતાનું જીવન સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હોય. વર્ષ 2021માં કોરોનાને કારણે કામના અભાવ અને ગરીબીના કારણે તેણે ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે પોલીસે અભિનેતાની ગર્લફ્રેન્ડને હોસ્પિટલમાં બોલાવવાની કોશિશ કરી તો તેણે કહ્યું કે તેને મરવા દો, હું તેને છોડીને જ જવાની હતી જે બાદ તેણે ફોન કાપી નાખ્યો હતો. જણાવી દઈએ કે તીર્થાનંદ નિયમિત કામ કરી રહ્યો છે અને તાજેતરમાં તેણે અભિષેક બચ્ચન સાથે સાઉથની રિમેક માટે શૂટિંગ કર્યું છે. તેણે કહ્યું, ‘મને કપિલ શર્મા શોમાં જુનિયર નાના પાટેકરના રોલ માટે બોલાવવામાં આવ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં મેં વાગલે કી દુનિયા માટે 12 થી 14 એપિસોડ શૂટ કર્યા હતા.

જ્યાં મેં જોશી કાકાનું પાત્ર ભજવ્યું હતું. જાન્યુઆરીમાં મેં અભિષેક બચ્ચન સાથે સાઉથની રિમેક માટે પણ કામ કર્યું હતું. મેં તેની સાથે 2 દિવસ કામ કર્યું. માર્ચમાં મેં એવોર્ડ ફંક્શનમાં પણ પરફોર્મ કર્યું હતું.ધ કપિલ શર્મા શોની વાત કરીએ તો, તે ફરીથી બંધ થવા જઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો જુલાઈમાં થોડા સમય માટે બંધ થવા જઈ રહ્યો છે. શોની ટીમ બ્રેક પર જશે. ગયા વર્ષે પણ કપિલ અને તેની ટીમે બ્રેક લીધો હતો. કપિલ અને તેની ટીમ અમેરિકાના પ્રવાસે જઈ રહી છે. આ કારણે શોમાંથી બ્રેક લેવામાં આવશે.

Shah Jina