લિપ સર્જરી કરાવવા યુકે ગઇ હતી આ સ્ટાર, વચ્ચે જ છોડવી પડી લિપ ફિલર સર્જરી, હવે આવી રીતે અડધી સર્જરી સાથે ફરી રહી છે ડ્રામા ક્વીન

આજકાલ દરેક વ્યક્તિ પોતાના સારા દેખાવ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાને અલગ દેખાવા માંગે છે, જેના કારણે ઘણા લોકો કોસ્મેટિક સર્જરી કરાવીને પોતાની સાથે વિવિધ પ્રકારના પ્રયોગો કરતા જોવા મળે છે. તાજેતરમાં જ પાકિસ્તાની ટિકટોક સ્ટાર હરિમ શાહે પણ આવું જ પગલું ભર્યું છે. હાલમાં તેણે આ પ્રક્રિયાને અધવચ્ચે છોડી દીધી. જેના કારણે તેનો લુક એકદમ વિચિત્ર બની ગયો છે. હકીકતમાં, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં પાકિસ્તાની ટિકટોક સ્ટાર હરિમ શાહના ચહેરાના ઉપરના હોઠ પર ઘણો સોજો જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાનની પ્રખ્યાત ટિકટોક સ્ટાર હરીમ શાહ અવારનવાર વિવાદોમાં રહે છે. તે ઈમરાન સરકારની ટીકા અને પાકિસ્તાનના ગૃહમંત્રી શેખ રશીદ સાથેના સંબંધોને કારણે હેડલાઈન્સમાં રહે છે. ફરી એકવાર હરિમ શાહ ચર્ચામાં છે, જેનુ કારણ તેનો એક વીડિયો છે જેને તેણે પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તેના હોઠ પર ઘણો જ સોજો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં હરિમ શાહ કહી રહી છે કે તેણે પોતાના હોઠને આકર્ષક બનાવવા માટે ફિલર પ્રોસેસ કરાવી હતી. તેણે આ પ્રક્રિયા તેના ઉપલા હોઠની એક બાજુની સાથે જ કરી.

ત્યાં, તેને જાણવા મળ્યું કે સરકારે તેના તમામ બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. જે બાદ તેણે આ પ્રક્રિયા અધવચ્ચે જ છોડી દેવી પડી હતી.આ વીડિયો હરિમ શાહે પોતે યુનાઇટેડ કિંગડમમાં શૂટ કર્યો છે. જેમાં હરિમ શાહે જણાવ્યું કે તે ઘણા સમયથી લિપ ફિલર કરાવવા માંગતી હતી. તે લિપ ફિલર માટે ક્લિનિકમાં ગઈ હતી. જ્યાં ડોક્ટરે તેના હોઠની એક બાજુએ જ ફિલરનું ઈન્જેક્શન આપ્યું હતું. ત્યારપછી તેને એક ફોન આવ્યો જેમાં તેને જાણ કરવામાં આવી કે FIAએ તેના તમામ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે.

રીપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ ટિકટોક સ્ટાર વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. FIA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હરીમ શાહ વિરુદ્ધ ફોરેન એક્સચેન્જ કાયદા સાથે સંબંધિત કાયદા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી છે અને તેના વિઝા, ઇમિગ્રેશન અને ટ્રાવેલ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.

Shah Jina