બતકનો શિકાર કરવા જઈ રહ્યો હતો વાઘ, પરંતુ બતકે તો વાઘના નાકમાં દમ કરી દીધો.. જુઓ ખુબ જ મજેદાર વીડિયો

સોશિયલ મીડિયા ઉપર પ્રાણીઓને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો એવા પણ હોય છે જે જોનારને ખુબ જ પસંદ આવે અને વારંવાર પણ આવા વીડિયોને જોતા હોય છે. ત્યારે હાલ એવો જ એક મજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વાઘ બતકનો શિકાર કરવા માટે મથામણ કરતો જોવા મળે છે.

વાઘને આપણે ખૂંખાર પ્રાણી માનીએ છીએ. જો તે સામે આવી જાય તો ભલભલાના પરસેવા છૂટી જાય, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોની અંદર એક નાનું અમથું બતક વાઘને પણ હંફાવતું જોવા મળી રહ્યું છે. આ ખુંખાર વાઘ બતક આગળ પણ લાચાર બનતો નજર આવી રહ્યો છે. કારણ કે બતકને પકડવા માટેની કોઈ ચાલાકી વાઘ પાસે નથી.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વાઘ પાણીની અંદર કેવી રીતે બતકને પકડવાનો પ્રયન્ત કરી રહ્યો છે. તે તેનો શિકાર કરવા માંગે છે પરંતુ બતક તો પાણીની અંદર આમ તેમ છુપાઈને નીકળે છે. વાઘ જે દિશામાં જાય ત્યાંથી બતક પાણીમાં ડૂબી જાય છે અને તેની વિપરીત દિશામાં બહાર આવે છે. આ વીડિયો જોઈને એવું લાગે જાણે બતક અને વાઘ સંતાકૂકડી રમી રહ્યા હોય. જુઓ તમે પણ આ મજેદાર વીડિયો…

Niraj Patel