ટાઇગર શ્રોફે ફેન્સનો બનાવ્યો દિવસ ! થાકેલો હોવા છત્તાં તસવીરો કરાવી ક્લિક, ચાહકો લૂંટાવી રહ્યા છે પ્રેમ- જુઓ વીડિયો

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ તેની ફિલ્મોની સાથે સાથે તેના સ્ટંટ અને ફિટનેસ માટે પણ જાણીતો છે. ભલે તેને ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યાને લાંબો સમય થયો નથી, પરંતુ ફેન ફોલોઈંગના મામલે તે કોઈથી પાછળ નથી. ટાઈગર શ્રોફના વિડિયોએ ખૂબ જ ઓછા સમયમાં તેની મોટી ફેન ફોલોઈંગ બનાવી દીધી છે. ટાઈગર શ્રોફની ઈમેજ ચાહકોમાં એક એક્શન હીરોની છે, જેણે પોતાના માર્શલ આર્ટથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. ટાઈગર પાસે આજકાલ ઘણા પ્રોજેક્ટ છે, જેના કારણે તેનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે. પરંતુ, તેમ છત્તાં પણ ટાઇગર શ્રોફની અપકમિંગ મૂવી તેના ચાહકોને ક્યારેય નિરાશ કરતી નથી.

આનો પુરાવો ટાઈગર શ્રોફનો એક વીડિયો છે, જે આ દિવસોમાં ચર્ચામાં છે. ટાઈગર શ્રોફનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સામે આવેલા આ વીડિયોમાં ટાઈગર શ્રોફની લોકપ્રિયતા સ્પષ્ટ દેખાઈ રહી છે. વીડિયોમાં જ્યાં ટાઈગર શર્ટ પહેર્યા વગર જોવા મળી રહ્યો છે, ત્યાં ઘણી વિદેશી યુવતીઓ ટાઈગર સાથે એક પછી એક તસવીર ક્લિક કરાવવા માટે આવી રહી છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકાય છે કે ટાઈગર શ્રોફ તેની વેનિટી વેનની બહાર છે અને એક પછી એક વિદેશી યુવતીઓ તેની પાસે આવી રહી છે અને તસવીરો ક્લિક કરી રહી છે. ટાઈગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તેના ફેન્સને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે.આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ટાઈગર શ્રોફ આટલી શર્ટ પહેર્યા વગર અલગ જ સ્ટાઈલમાં દેખાયો હોય. તે ઘણીવાર આવા અવતારમાં જોવા મળે છે.

ટાઈગર શ્રોફનો આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ શેર કર્યો છે. ટાઈગર જે હાલતમાં હતો તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે કોઈ એક્શન સિક્વન્સના શૂટિંગમાં વ્યસ્ત હશે અને તેથી જ તે ખૂબ જ થાકેલો દેખાતો હતો. વીડિયોમાં ટાઈગર શ્રોફની હાલત ખરાબ દેખાઈ રહી છે, પરંતુ તેમ છતાં તે હસતો હતો અને ચાહકો સાથે પોઝ આપી તસવીર ક્લિક કરાવી રહ્યો હતો. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. કેટલાક તેને ડાઉન ટુ અર્થ એક્ટર કહી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ટાઈગરનો આ વિડિયો ઘણો ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટની લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ બંનેની જોડી બોલિવૂડમાં ઘણી ફેમસ છે. દિશા અને ટાઈગર વીકએન્ડ, ડિનર, વેકેશનમાં એકબીજા સાથે જોવા મળે છે. જોકે બંનેએ આ સંબંધને સત્તાવાર જાહેર કર્યો નથી.

Shah Jina