વાઘ સાથે ફોટો પડાવવા માટે ગયા બે મિત્રો, એક ભાઈએ લાકડીથી કરી વાઘની સળીને ઉભી પુછડીએ ભાગ્યા બંને, જુઓ વીડિયો

વાઘ સાથે પડાવવા ગયા હતા ફોટો, એક દહાડમાં નીકળી ગઈ હવા, ફાટી પડી, જુઓ વીડિયો

Tiger Scared Tourists :પ્રાણીઓ જોવા માટે મોટાભાગના લોકો જંગલ સફારીમાં અને પ્રાણી સંગ્રહાલયમાં જતા હોય છે. મોટાભગના લોકોને વાઘ સિંહ જેવા ખુંખાર પ્રાણીઓ જોવાની ખુબ જ ઈચ્છા હોય છે અને એટલે જ ઘણી જગ્યાએ પાલતુ વાઘ સિંહ સાથે ફોટો અને વીડિયો બનાવી શકાય એવી સુવિધા પણ આપવામાં આવતી હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ તમે એવા ઘણા વીડિયો જોયા હશે જેમાં લોકો આવા પ્રાણીઓ સાથે ફોટો ક્લિક કરાવતા હોય.

જંગલની બહાર પણ વાઘ કે સિંહ જેવા ભયાનક પ્રાણીઓનો ભય અકબંધ રહે છે. જો તેઓ ભૂખ્યા હોય, તો તેઓ કોઈને પણ પોતાનો શિકાર બનાવી શકે છે. આ જ કારણ છે કે લોકો આ ખતરનાક પ્રાણીઓથી અંતર રાખે છે. પછી ભલેને તેઓ પાંજરામાં બંધ હોય. આવા પ્રાણીઓની નજીક જવાનો અર્થ છે પોતાના જ પગમાં કુહાડી મારવી. આવી જ એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં જોવા મળી છે, જેમાં વાઘ માણસોને તેની શક્તિનો અહેસાસ કરાવતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોને ટ્વીટર પર હસના જરૂરી હે નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે “તું ખીંચ મેરી ફોટો.” વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે પ્રાણી સંગ્રહાલયમાં એક વાઘ આરામથી બેઠો છે. પ્રાણીના ગળા અને પગની આસપાસ એક જાડી સાંકળ બાંધેલી છે. ત્યારે જ બે લોકો તેની પાસે ઉભા રહે છે અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપવા લાગે છે. આ દરમિયાન ત્રીજો વ્યક્તિ લાકડી વડે વાઘને ઘણી વખત ચીડવે છે.

એવું લાગે છે કે તેણે આ બધું એટલા માટે કર્યું છે કે કેમેરામાં પ્રાણી જોઈ શકે અને પ્રવાસીને સારો ફોટો મળી શકે. પણ આ શું છે, વાઘને ગુસ્સો આવી ગયો અને તેણે એવી રીતે ગર્જના કરી કે પ્રવાસીઓનો ફોટો તો દૂર. ઉલટાનું, બંને લોકો નીચે પડીને ત્યાંથી નીકળી ગયા અને જીવ બચાવવા માટે ભગવાનનો આભાર માનવા લાગ્યા. આ વીડિયોને હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel