શા કારણે મલ્હાર ઠાકરને મળી ધમકી ? મલ્હારે પોસ્ટ કરીને લોકોને જણાવી આ મોટી વાત, જાણો સમગ્ર મામલો

ગુજરાતના સૌથી લોકલાડીલા અભિનેતા મલ્હાર ઠાકર તેના અભિનયના કારણે હંમેશા લોકોમાં છવાયેલો રહેતો હોય છે. લાખો ગુજરાતીઓ મલ્હારને પ્રેમ કરે છે, પરંતુ ઘણીવાર આવા અભિનેતાઓને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.

હાલ મલ્હાર ઠાકરને મળી રહેલી ધમકી અંગે ખુદ મલ્હારે જ ખુલાસો કર્યો છે. પોતાના અધિકૃત ફેસબુક પેજ ઉપર મલ્હાર ઠાકરે એક પોસ્ટ કરી છે. જેની અંદર મલ્હારે જણાવ્યું છે કે તેને અને તેની ટીમને ધમકીઓ મળી રહી છે.

મલ્હારે પોતાની પોસ્ટની અંદર જણાવ્યું છે કે આજે સવારથી જ તેને અને તેની ટીમને ધમકી ભર્યા સંદેશ અને કોલ આવી રહ્યા છે. આ સાથે તેને એમ પણ જણાવ્યું છે કે આ મુદ્દો 2018નો છે જ્યારે તેને મીડિયામાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ત્યારે તેની વાતચીતમાં જીભ લપસી હતી.

મલ્હારે જણાવ્યું છે કે “મારો જન્મ અને ઉછેર આપણા જ પોતાના શહેર અમદાવાદમાં થયો છે, હું જેટલો તમને પ્રેમ કરું છું એટલો જ આ શહેરને કરું છું. તો શા કારણે હું એવી કોઈ ટિપ્પણી કરીશ જેના કારણે આપણા નાગરિકોની ભાવનાઓને નુકશાન થાય ?”

મલ્હાર આગળ જણાવે છે કે “મેં આ પ્રકારનો જવાબ આપ્યો તેની પાછળનું કારણ એ હતું કે મારો જન્મ 1990માં થયો હતો અને ત્યારથી અહેમદાબાદ નામ મને પરિચિત હતું જેના કારણે હું તેની સાથે જોડાઈ શક્યો અને તેથી જ મીડિયા સાથેની વાતચીતમાં મારી જીભ લપસી ગઈ હતી.”

I and my team have been getting threat calls and messages since this morning !

First of all, the article which you all…

Posted by Malhar Thakar on Wednesday, 3 March 2021

આ સાથે જ મલ્હારે વિનંતી કરી છે કે આ બાબતને અન્ય અર્થમાં ના લો. આ ઉપરાંત તેને કહ્યું છે કે “ભલે આપણે અહેમદાબાદ/અમદાવાદ/ કર્ણાવતી કહીએ પરંતુ શહેર પ્રત્યેની મારી ભાવના એજ રહેશે.”

આ પણ વાંચો:

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

હાલમાં જ દુનિયાને અલવિદા કહેનાર નરેશ-મહેશની જોડીઓ વિષે જાણીએ, જાણી-અજાણી વાતો

ગુજરાતી સિનેમા વિશેની ના જાણેલી કેટલીક વાતો, જે દરેક ગુજરાતીએ જાણવી જોઈએ

Niraj Patel