ઢોલીવુડ નીરવ પટેલ મનોરંજન

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

અભિનેતા મલ્હાર ઠાકર આજે દરેક ગુજરાતીના મોઢા ઉપર રમતું એક વાલીડું નામ, ગુજરાતના સુપરસ્ટાર તરીકે ઓળખાતા મલ્હાર ઠાકર આજે ભલે ઢોલીવુડનો રાજા માનવામાં આવતો હોય, પરંતુ આ ઓળખ બનાવવા માટે તેને જે મહેનત કરવી પડી છે એ તો એજ જાણે છે.

Image Source

ભલે આજે મલ્હારનું વૈભવી જીવન જોઈને તમને લાગતું હોય કે મલ્હાર કિસ્મતવાળો હશે, પરંતુ આ જગ્યા સુધી પહોંચવા માટે મલ્હારનો કઠોર પરિશ્રમ પણ જોડાયેલો છે. મલ્હારે મહેનત કરી તો કિસ્મતે પણ તેનો સાથ આપ્યો અને આજે ગુજરાતી ફિલ્મ જગતના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેતા તરીકે ઓળખાય છે.

Image Source

28 જૂન 1990નો એ દિવસ હતો જયારે મલ્હાર ઠાકરનો જન્મ પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થયો, પરિવાર અમદાવાદ આવીને વસ્યો અને તેનો ઉછેર પણ અમદાવાદમાં થયો, બાળપણથી જ મલ્હાર મહત્વકાંક્ષી અને ઉત્સાહી રહ્યો છે, હંમેશા હકારાત્મક વલણ ધરાવી તેના જીવનમાં પણ તેને ઉત્સાહ ભર્યો અને બીજા લોકોને પણ ઉત્સાહથી જીવતા તેને શીખવ્યું.

Image Source

મલ્હાર એક મળવા જેવો માણસ છે, ઘણા લોકો એમ પણ વિચારતા હોય છે કે મલ્હાર સુપરસ્ટાર છે તો તેને અહમ પણ હશે, પરંતુ હું મારા અંગત અનુભવની વાત કરતા જણાવું તો મલ્હાર એક સાવ સરળ અને સૌની સાથે ભળી જતો વ્યક્તિ છે. તેની અંદર મેં કોઈ પણ પ્રકારનો ઈગો જોયો નથી, એક રીતે કહો તો એ આપણા ભાઈબંધ જેવો જ છે. પરંતુ આ વાત મલ્હારની નજીક રહેનારા અને મલ્હાર સાથે કામ કરનારા લોકો ઉપરાંત મલ્હારને અંગત રીતે મળી ચૂકેલા લોકોને જ ખબર હશે.

Image Source

મલ્હાર પાસે આજે વૈભવ છે, એક ઓળખ છે, એક નામ છે તે તેની મહેનતનું પરિણામ છે, આજે અભિનયમાં મલ્હાર ઠાકર ગુજરાતનું એક મોટું નામ છે, પરંતુ અભિનયના ગુણ મલ્હારમાં બાળપણથી જ રોપાઈ ગયા હતા. નવરંગ સ્કૂલમાં જ્યારે તે અભ્યાસ કરતો હતો ત્યારે તેને “લગાન” ફિલ્મના એક ગીત “સુન મિતવા” ઉપર ડાન્સ કર્યો હતો,  એ ડાન્સ એટલો સરસ રહ્યો કે ડાન્સ બાદ આખી સ્કૂલમાં મલ્હાર આમિર ખાન તરીકે ઓળખાવવા લાગ્યો.

Image Source

મલ્હારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધા બાદ પોતાના અભિનયના શોખને પૂર્ણ કરવા માટે તે મુંબઈ ગયો, મુંબઈમાં જઈને તે થિયેટર સાથે જોડાયો, અને નાટકોમાં કામ કરવા લાગ્યો. મુંબઈમાં રહેવું પણ તેના માટે ખુબ જ મુશ્કેલી ભર્યું હતું, કહેવાય છે ને કે મુંબઈમાં “રોટલો મળે પણ ઓટલો ના મળે” મલ્હારની પણ એવી જ હાલત મુંબઈમાં હતી, કઈ કેટલાય ઠેકાણા તેને બદલવા પડ્યા હતા.

Image Source

મલ્હાર નાટકોમાં તો ઝળક્યો જ હતો પરંતુ ટીવી ઉપર પહેલીવાર “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”માં દેખાયો, પરંતુ એ પણ એક જ એપિસોડમાં, પણ હજુ તેને જોઈએ એવી ઓળખ મળી નહોતી, મલ્હારને ખરી ઓળખ મળી હોય તો ફિલ્મ “છેલ્લો દિવસ”થી. માત્ર મલ્હારને જ નહિ ગુજરાતી સિનેમાને પણ આ ફિલ્મ દ્વારા જ એક નવી ઓળખ મળી.

Image Source

આ ફિલ્મ બાદ ગુજરાતી સિનેમાનો એક નવો ઉદય થયો સાથે સાથે એક નવા અભિનેતા તરીકે પણ મલ્હારનો નવો ઉદય થતો જોવા મળ્યો, ફિલ્મમાં મલ્હાર દ્વારા ભજવવામાં આવેલું વિકીડાનું એ પાત્ર લોકોને ખુબ જ ગમ્યું, ખાસ કરીને યુવા વર્ગને એ પાત્ર ઘણું આકર્ષી ગયું, આજના આધુનિક જમાનાની વાત લઈને આવેલી આ ફિલ્મ ખુબ જ સફળ રહી.

Image Source

“છેલ્લો દિવસ” ફિલ્મ બાદ મલ્હારના કેરિયરનો પણ એક નવો ઉદય થયો અને એક પછી એક હિટ ફિલ્મો આપવા લાગ્યો, ધીમે ધીમે ગુજરાતી સિનેમામાં તેની ઓળખ પણ મોટી બનતી ગઈ અને આજે તે ગુજરાતનો સૌથી લોકપ્રિય સુપરસ્ટાર બની ગયો.

Image Source

“છેલ્લો દિવસ” ફિલ્મ બાદ તો મલ્હારે ફિલ્મોની લાઈનો લગાવી દીધી, “થઇ જશે, પાસપોર્ટ, દુનિયાદારી, કેસ ઓન ડિલિવરી, લવની ભવાઈ, મિજાજ, શું થયું?, શરતો લાગુ, મીડનાઈટ વિથ મેનકા, સાહેબ અને ગોળકેરી” જેવી ફિલ્મો અને “ડુ નોટ ડિસ્ટર્બ” જેવી વેબસીરીઝ દ્વારા ચાહકોને ખુબ મનોરંજન કરાવ્યું.

Image Source

ચાહકો ફિલ્મો કરતા પણ વધારે મલ્હારને જોવા માટે સિનેમા ઘરોની અંદર જવા લાગ્યા, દરેક ફિલ્મમાં મલ્હારનો બદલાતો લુક અને તેની એક્ટિંગના દીવાના લોકો થતા ગયા.

Image Source

આ સિવાય પણ હજુ આગામી સમયમાં “વિકીડાનો વરઘોડો, સારાભાઈ, ધૂંઆધાર અને કેસરિયો” જેવી ફિલ્મોમાં મલ્હાર એક નવા અંદાઝ સાથે નજરે આવશે, ચાહકો પણ આ ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. કેટલીક ફિલ્મોમાં મલ્હારે મહેમાન કલાકાર તરીકેની પણ ભૂમિકા નિભાવી છે.

Image Source

મલ્હાર એક સારો અભિનેતા ઉપરાંત એક સારો કવિ પણ છે, ઘણીવાર તે કવિતાઓ લખે છે અને પોતાના સોશિયલ મીડિયા દ્વારા તે રજૂ પણ કરે છે. લોકડાઉનમાં મલ્હારે ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા પણ ઘણી કવિતાઓ રજૂ કરી, તેના ચાહકોને ઘરે બેઠા પણ મનોરંજન પૂરું પાડ્યું. સાથે આ લાઈવમાં એવા લોકોને પણ લઇ આવ્યો જેને મલ્હાર ઓળખતો હતો પરંતુ દુનિયા તેમના ટેલેન્ટથી અજાણ હતી. એવા લોકો સાથે લાઈવ કરી અને તેમને પણ એક નાઈ ઓળખ અપાવી.

Image Source

મલ્હાર ઠાકર આજે ભલે નામ ગમે તેટલું મોટું લાગે પણ એ માણસ એના જીવનમાં સાવ સરળ છે, રસ્તાની કીટલી ઉપરની કોફી પીવામાં પણ એ જરાય શરમ રાખતો નથી. મિત્રો સાથે મસ્તી કરવામાં અને દોસ્તારોની ફીરકી લેવાનું પણ એ ક્યારેય ચૂકતો નથી. તેનું વ્યક્તિત્વ સાવ નિખાલસ છે. સામાન્ય માણસ સાથે પણ તે બહુ સહેલાઈથી ભળી જાય છે. સૌને હસાવતો રહે છે તો મદદ કરવાના સમયે પણ હંમેશા આગળ આવે છે. મલ્હારની તુલના કોઈ સાથે કરવી એ કદાચ એનું અપમાન હશે. મલ્હાર મલ્હાર જ છે. તે ના કોઈના જેવો છે, ના તેના જેવું કોઈ છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને આવા અભિનેતા મળવા એ ખરેખર ગુજરાતીઓ માટે ગર્વની બાબત છે.

તમને મલ્હાર વિશેના આ બીજા આર્ટિકલ પણ વાંચવાના જરૂર ગમશે, જેમાં મલ્હાર વિશેની ઘણી વાતો આલેખાયેલી છે, એક ક્લિકે વાંચો:

ગુજરાતના સુપરસ્ટાર, મલ્હાર ઠાકરના ક્યારેય નહિ જોવા મળે એવા ફોટા, બાળપણથી લઈને આજ સુધીનું સૌથી બેસ્ટ કલેક્શન, ક્લિક કરી જુઓ

જુઓ 5 વિડીયો: મલ્હાર ઠાકરએ અલગ-અલગ સ્ટેપ્સમાં કર્યા ગરબા, મલ્હારની સ્ટાઇલ જોઈને તમે પણ કહેશો “હા મોજ હા”

મલ્હાર ઠાકર એક એવું વ્યક્તિત્વ જે ઘણા લોકોની સમજ બહાર છે, વાંચો સાચો મલ્હાર કેવો છે, ઘણું જ નવું જાણવા મળશે

“જો મલ્હાર ઠાકરના જન્મ પહેલા વરસાદ પડ્યો હોત તો આજે તેનું નામ મલ્હાર ના હોત.” મલ્હાર ઠાકરના જીવનનો એક અનોખો કિસ્સો…

Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.