મિલકતને લઈને થયેલા વિવાદમાં દીકરાએ બાપાને જ ગડદાપાટુ માર માર્યો, આખી ઘટના થઇ કેમેરામાં કેદ, પિતાનું થયું મોત, જુઓ વીડિયો
Son beat the father : દરેક માતા પિતા પોતાના સંતાનોને ખુબ જ પ્રેમ કરે છે અને ખુબ જ લાડ કોડથી ઉછેરતા પણ હોય છે. તેમને સારું ભણાવે છે અને દુનિયાની તમામ ખુશીઓ પણ તેમને આપતા હોય છે. બદલામાં તે ફક્ત એટલી જ અપેક્ષા રાખતા હોય છે કે તેમનું સંતાન મોટું થઈને તેમના ઘડપણની લાકડી બને, પરંતુ આજના સમયમાં એવી ઘણી ઘટનાઓ સામે આવે છે જેમાં સંતાનો દ્વારા માતા પિતાને ત્રાસ આપવામાં આવતો હોય છે. હાલ પણ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
તમિલનાડુમાં, 42 વર્ષના પુત્રએ તેના વૃદ્ધ પિતાને લાત અને મુક્કો માર્યો, જેના કારણે તેના પિતા બેભાન થઈ ગયા અને થોડા દિવસો પછી જ મૃત્યુ પામ્યા. આ કિસ્સો તમિલનાડુના પેરમ્બલુર જિલ્લામાં બન્યો હતો, જ્યાં ગુસ્સે થયેલા પુત્રએ 16 ફેબ્રુઆરીના રોજ મિલકતના મુદ્દાઓને લઈને કથિત રીતે તેના પિતા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.
પિતાને મારતા પિતાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘરના વરંડામાં બેઠેલા પિતાને ખૂબ જ નિર્દયતાથી મારવામાં આવી રહ્યો છે. આ દરમિયાન તે જોરદાર મુક્કાઓ વરસાવે છે અને અહીં પણ તે સંતુષ્ટ નથી થતો અને જોરદાર લાત વડે પેટ પર હુમલો કરે છે. જેના કારણે વૃદ્ધ વ્યક્તિના મોઢામાંથી લોહી પડવા લાગે છે. તે જ ક્ષણે એક સ્ત્રી અને એક પુરુષ વૃદ્ધની સંભાળ લેવા માટે આવે છે.
આ બાબતની નોંધ લેતા પોલીસે CCTV ફૂટેજના આધારે સંતોષ નામના આરોપીની ભારતીય દંડ સંહિતાની કલમ 323 અને 324 સહિત વિવિધ આરોપો હેઠળ ધરપકડ કરી હતી , સંતોષને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકો આ મામલે પોતાની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા અને આરોપી દીકરાને કડક સજાની માંગણી પણ કરવા લાગ્યા.
एक बेटा अपने पिता को किस तरह मार रहा देख लीजिए। बेटे की इस दर्दनाक पिटाई से पिता टूट गया। कुछ दिन बाद उसकी मौत हो गई।
😔😔 pic.twitter.com/uGPMesKGFb— Dhananjay Kr. Putush🇮🇳 (@DhananjayPutush) April 29, 2024