વ્યક્તિ ધનવાન હોય કે પછી ગરીબ, પૈસાની ખોટ દરેક વ્યક્તિને કોઈને કોઈ પરિસ્થિતિમાં આવી જ જતી હોય છે. જીવનમાં ઘણીવાર એવું બની જતું હોય છે કે વ્યક્તિએ કરજ લેવાની જરૂર આવી પડે છે. કરજ લીધા પછી તમારી કમાણીનો એક હિસ્સો તો તેને ઉતારવામાં જ ચાલ્યો જતો હોય છે. ઘણીવાર તો એવી સ્થિતિઓ ઉત્પન્ન થઇ જતી હોય છે કે લોકો માટે કર્જ ચૂકવવું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે. તો એવામાં અમુકનું જીવન તો કર્જ ચૂકવામાં જ નીકળી જતું હોય છે.
પૂજા પાઠ દરેક ઘરોમાં કરવામાં આવે છે, પણ કહેવામાં આવે છે કે અમુક એવા ઉપાય હોય છે, જેને કરવાથી ઉધારથી મુક્તિ મેળવી શકાય છે. જે ભક્તો માતાજીની સાચા મનથી પૂજા કરે છે, માતાજી તેની પ્રાર્થના સાંભળે છે અને માતા તેની બધી ઇચ્છાઓ પૂરી કરે છે, માતા પોતાના ભક્તોના દુઃખ જોઈને, સાંભળીને તરત જ એમના દુઃખ દૂર કરવા માટે ભક્તોની વહારે આવી જાય છે. ત્યારે શાસ્ત્રો અનુસાર, નવરાત્રીના 9 દિવસોમાં આદ્યશક્તિ દેવી દુર્ગાના સ્વરૂપોની વિશેષ પૂજા અર્ચના કરવા અને અમુક ઉપાય કરવાથી તમે તમારા પર ચઢેલા ઉધારને ઉતારી શકો છો.
આવો તો જાણીએ આ ઉપાયો વિશે –
1. કર્જથી મુક્તિ મેળવવા માટે કેળાના જાડના મૂળમાં ચોખા, ફૂલ, પાણી અર્પણ કરો. તેના પછી નવમા દિવસે આ મૂળમાંનો થોડો હિસ્સો તમારી તિજોરીમાં મૂકી દો.
2. નવરાત્રીના દિવસે માતાને અત્તર અર્પણ કરવું જોઈએ. કહેવામાં આવે છે કે માતા દુર્ગાને અત્તર અર્પણ કર્યા પછી આ અત્તરને માતાનો આશીર્વાદ સમજીને તેને ઉપયોગમાં લેવું જોઈએ. તેનાથી માતા ખુશ થઇ જાય છે અને તમારી મનોકામના પૂર્ણ કરી દે છે.
3. નવરાત્રીના સમયે લોટનું લુંવું લો, તેમાં ગોળ ભરીને પાણીમાં વહેડાવી દો. તેનાથી તમને ઉધારથી મુક્તિ મળી જશે.
4. કમલગટ્ટાને પીસીને તેમાં દેશી ઘીથી બનેલી સફેદ બરફી ભેળવીને તેની 21 આહુતિઓ આપો. કહેવામાં આવે છે કે કેટલો પણ મોટો કર્જ કેમ ના હોય, આ ઉપાય કરવાથી તે ચોક્કસ ઉતરી જાય છે.
5. નવરાત્રીમાં અષ્ટમીના દિવસે એક લાલ કપડું લો, તેમાં પાંચ ગુલાબના ફૂલ, ચાંદીના ટુકડા અને ગોળ રાખીને 21 વાર ગાયત્રી મંત્રના પાઠ કરો અને તેને પાણીમાં પધરાવી દો. એવું કરવાથી તમે જલ્દી જ ઉધાર મુક્ત થઇ જશો.
6. ચોખા, ફૂલ, ધૂપ, દીવો વગેરેથી પીળા રંગની કોડી અને સિંગારની વસ્તુની પૂજા કરીને તેને ધારણ કરો. ધારણ ન કરવું હોય તો તેને ખિસ્સામાં પણ રાખી શકો છો. ઉધાર મુક્તિ માટે આ ઉપાય કારગર સિદ્ધ થાય છે.
7. સૌથી પહેલા કમળના ફૂલના પાન લો, હવે તેના પર માખણ અને મિશ્રી લગાવો. હવે 48 લવિંગ અને 6 કપૂરની માતાને આહુતિ આપો. માન્યતા છે કે આવું કરવાથી જલ્દી જ ઉધારનો બોજ ઓછો થઇ જાય છે.