‘દીકરી એટલે લક્ષ્મીનો અવતાર’ – આ વાક્ય તો આપણે વારંવાર સાંભળ્યું જ છે. દીકરીનું મહત્ત્વ આપણા સમાજમાં ઓછું આંકવામાં આવ્યું જ નથી. અલબત્ત, અમુક કુરીવાજોને પરિણામે અમુક દુ:ખદ કહી શકાય એવી ઘટનાઓ આજે પણ બને છે. એ બાદ કરતા આજે લોકો દીકરીને સમજતા થયા છે, એની ઉપલબ્ધિ જ ઘરને કેવું ભર્યુંભર્યું રાખે એ વાતનો તો જાત-અનુભવ જ જવાબ આપી શકે.

ઘણા કુટુંબમાં દીકરીનો જન્મ થાય એ પછી અગાઉ કદી ન ભાળી હોય એવી સમૃધ્ધિ ઘરમાં દેખાવા માંડે છે. ઈશ્વરની કૃપાથી અવળાં ફેંકેલાં પાસાં પણ સવળાં પડવા માંડે છે. લોકો એને ઘરમાં જન્મેલી નવી દીકરીનાં શુભ-શુકન તરીકે જુએ છે. એમ કહો ને કે એવી દીકરીના પગ સાક્ષાત્ લક્ષ્મીજીનાં ચરણો જેવાં જ હોય છે! અહીં અમે તમને જણાવી રહ્યા છે વર્ષના કેટલાંક એવા મહિનાઓ વિશે, જેમાં દીકરીનો જન્મ ઘરની ગ્રહદશા જ બદલી નાખે તેવો હોય છે. આ મહીનાઓમાં જન્મેલી દીકરી પોતાની સાથે ઘરમાં અઢળક સમૃધ્ધિ લઈને આવે છે.
માર્ચ —
કહેવાય છે કે, દીકરી બે કુળ તારે : એક બાપનું અને બીજું સસરાનું. માન્યતા એવું કહે છે, કે માર્ચ મહિનામાં જન્મેલી દીકરીનું નસીબ પાધરું હોય છે. જીવનમાં સુખ-સમૃધ્ધિ એને મળી રહે છે. નસીબનો સાથ પણ એને હંમેશા પ્રતિત થતો રહે છે. ઈશ્વરની કૃપા એમના પર સદાય વરસતી રહે છે. આવી દીકરી પોતાના માવતરને તો સુખ આપે જ છે પણ સાસરે જઈને પોતાના સસરાનું ઘર પણ ઉજ્જવળ કરે છે. અર્થાત્ આવી દીકરીઓથી બંને ઘરમાં લક્ષ્મીજીનો વાસ થાય છે.
જુલાઈ —

બંને પક્ષે ભાગ્યશાળી સાબિત થનાર આવી દીકરીઓ આખા પરીવારને એક તાંતણે બાંધી રાખવામાં નિપૂણ હોય છે. પરિણામ સ્વરૂપ, પરીવારમાં શાંતિ વધે છે અને તેથી કમાણી વધે છે, સમૃધ્ધિ વધે છે. જે પણ કામમાં લગનથી જોડાય એ કામ આવી દીકરીઓ અવશ્ય સફળ બનાવે છે. કહેવા પ્રમાણે, લક્ષ્મીજીના ચારેય હાથ પોતાની ઉપર રાખીને આવી દીકરી જન્મ લે છે. એમના પગલાં જ એવાં શુકનવંતા હોય છે.
સપ્ટેમ્બર —
આ મહિનામાં જન્મેલી દીકરીને ભાગ્યવંતી તો માનવામાં આવે જ છે, સાથે એમની બુધ્ધિમત્તા પણ તેજસ્વી હોય છે. બુધ્ધિમાન સ્ત્રી તો બધાનો ઉધ્ધાર કરે! આવી વિચારવંતી દીકરીના લીધે પરીવાર એક રહે છે, કેમ કે ઘરના દરેક સભ્યોની સમસ્યાઓનો તે હલ કરી શકવાને તે સમર્થ હોય છે. બુધ્ધિ હોય ત્યાં ધન અને સુખશાંતિ તો આવે જ!
નવેમ્બર —

ઘરની કથળી ગયેલી આર્થિક સ્થિતીને સધ્ધર કરવાને આ મહિનામાં જન્મેલી દીકરીઓ સમર્થ હોય છે. ઈશ્વર કૃપા જ એમની પર એ હદની હોય છે, કે જન્મની સાથે ભાગ્ય અને આવડત એ બંને તેમને જાણે વારસામાં મળે છે. આવી દીકરીઓ મા-બાપ માટે કોઈ વરદાનથી ઓછી નથી હોતી. પોતાનું હુન્નર અજમાવીને તે શૂન્યમાંથી સર્જન કરી શકે છે.
ઉપર થયેલી વાતનો મતલબ એવો હરગીજ નથી નીકળતો કે, અન્ય મહિનાઓમાં જન્મેલી કન્યાઓમાં આવી આવડત ન હોય! એટલું યાદ રાખો કે, ઉપરની વાત પ્રમાણિત સ્રોતમાંથી લીધેલી છે. બાકી, એ દિવસ જ પરમ પવિત્ર હોય છે અને એ ક્ષણ ધન્ય હોય છે જે સમયે ઘરમાં દીકરીનો જન્મ થાય. દીકરી ખુદ જ સ્વનામધન્ય છે!
Author: કૌશલ બારડ – GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.