વાયરલ

પોલીસને ચકમો આપવા વાપર્યો અનોખો રસ્તો, તરબૂચની અંદર ભરી દીધી આ વસ્તુ.. પોલીસે કાપીને જોયું તો ઉડી ગયા હોશ.. જુઓ વીડિયો

તરબૂચ ભરેલી ટ્રકને પોલીસે ઉભી રાખવી, ટ્રકમાંથી તરબૂચ કાઢીને કાપતાની સાથે જ પોલીસના પણ હોશ ઉડી ગયા… જુઓ વીડિયો

દુનિયાભરમાં ઘણા બધા લોકો એવા હોય છે જે પોતાનું દિમાગ કેટલાક ખરાબ કામોમાં વાપરતા હોય છે. ઘણા લોકો ચોરી કરવા માટે પોતાના દિમાગનો ખોટો ઉપયોગ કરે છે તો કોઈ દાણચોરી માટે પોતાનું દિમાગ લગાવે છે. ત્યારે પોલીસ આવા લોકોને જયારે ઝડપી પાડે છે ત્યારે તેમના દ્વારા કરવામાં આવેલા કામને જોઈને તેમનું દિમાગ પણ ચકરાવે ચઢી જાય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વિદેશી પોલીસકર્મી તરબૂચ ભરેલા ટ્રકને ઉભી રખાવે છે અને જયારે તે તરબૂચને કાપીને જુએ છે ત્યારે પોલીસના પણ હોશ ઉડી જાય છે. આ વીડિયો ટ્વિટર પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધી આ વીડિયોને 21 લાખ કરતા પણ વધારે લોકો જોઈ ચુક્યા છે.

આ વીડિયો @HumansNoContext નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પોલીસકર્મી તરબૂચને કાપતાની સાથે જ સમજી જાય છે કે તરબૂચના નામે માત્ર તેની ઉપરની સપાટી જ વાસ્તવિક છે. આ પછી તેની અંદર એક ગુલાબી રંગનું કાપડ દેખાય છે, જેની અંદર મોટી માત્રામાં ગાજો ભરેલો છે.

આ પછી પોલીસે એક પછી એક તરબૂચ કાપ્યા અને તે બધામાંથી ગાજો બહાર કાઢે છે. આ જોઈને ત્યાં હાજર તમામ પોલીસકર્મીઓ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે મોડું કર્યા વિના ડ્રાઈવરની ધરપકડ કરી. આ વીડિયો ક્યાંનો છે, તેની હાલ પુષ્ટિ થઈ નથી. જોકે, આ વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે ગાજાના તસ્કરો પોલીસની નજરથી બચવા માટે કેવી રીતે રસ્તાઓ શોધે છે, તેમ છતાં તેઓ પકડાઈ જાય છે.