આ ભાઈએ ચોરની કરી મદદ, પણ ચોરે કરી નાખ્યો તેનો એવો કાંડ કે વીડિયો જોઈને લોકોએ કહ્યું… “ભલાઈનો જમાનો જ નથી રહ્યો !” જુઓ તમે પણ સ્ક્રિપ્ટેડ વીડિયો

રસ્તા પર ચાલતા મોટાભાગના લોકોથી અજાણ હોય છે, પરંતુ જ્યારે પણ કોઈને મદદની જરૂર હોય છે, ત્યારે તેમાંથી અડધા એવા લોકો હોય છે જે મદદ માટે દોડી જાય છે. અકસ્માત હોય કે બે લોકો વચ્ચે થતો ઝઘડો ભીડ ભેગી થઇ જાય છે. પરંતુ શું તમે શેરીમાં ભાગી રહેલા ચોરને મદદ કરશો? કદાચ ક્યારેય નહીં, પરંતુ એક વ્યક્તિએ આ ભૂલ કરી છે અને હવે તેને તેનો ભોગ બનવું પડ્યું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચોર રસ્તા પર દોડી રહ્યો છે અને પોલીસ તેની પાછળ છે. ચોરને સંતાવા માટે એક ખૂણો મળી જશે, પરંતુ રસ્તાની બાજુમાં ઊભેલા એક માણસને ઈશારો કરીને પોલીસને તેની જાણ ન કરવી એમ કહે છે. જ્યારે પોલીસ ચોરનો પીછો કરવા આવે છે, ત્યારે તે વ્યક્તિને ચોર વિશે પૂછે છે. તે વ્યક્તિ ચોર વિશે ખોટી માહિતી આપે છે અને પોલીસને બીજી બાજુ જવા માટે કહે છે.

ચોરને મદદ કરીને માણસે મોટી ભૂલ કરી. તે જાણતો ન હતો કે તેણે પોતે લૂંટાઈને તેની કિંમત ચૂકવવી પડશે. જ્યારે પોલીસ ત્યાંથી નીકળી ત્યારે ચોર તે વ્યક્તિની નજીક આવીને રસ્તા પર ઊભો રહી ગયો અને પછી થોડી જ સેકન્ડોમાં ધીમે ધીમે વ્યક્તિના ખિસ્સામાં રાખેલું પાકીટ ચોરીને ભાગી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by THE ADULT SOCIETY (@adultsociety)

કેમેરાના એંગલને જોતા એવું લાગે છે કે આ સમગ્ર મામલો સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ થઈ ગયો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, કેટલાક લોકોએ આ વીડિયો જોયા બાદ કોમેન્ટ કરી હતી કે આ ઘટના સર્જાઈ છે તે કોઈ વાસ્તવિક ઘટના નથી વીડિયો સ્ક્રિપ્ટેડ હોય એવું લાગી રહ્યું છે.ગુજ્જુરોક્સ પણ આ ઘટનાની પુષ્ટિ નથી કરતું લોકો વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel