વાયરલ

લો બોલો, ઘરમાં સ્કૂટીની ચોરી કરવા માટે ઘુસ્યા ચોર, પછી બન્યું એવું કે પોતે લઈને આવ્યા હતા જે સ્કૂટી એ પણ મૂકીને ભાગ્યા, વાયરલ થયો વીડિયો

ક્યા ચોર બનેગા રે તું ? ઘરમાંથી સ્કૂટી લઈને ભાગી રહેલા ચોરને ઘરવાળાએ એવી રીતે પકડ્યો કે પોતાની સ્કૂટી મૂકીને ઉભી પુછડીએ ભાગ્યા, ઘટના થઇ ગઈ CCTVમાં કેદ, જુઓ વીડિયો

Scooty Stealing Funny Video : ગુજરાત સમેત દેશભરમાં ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે. કેટલાક ચોર ઘરમાં તિજોરી તોડીને રૂપિયા, ઘરેણાં અને સામાન લઇ જાય છે તો ઘણા દુકાનના તાળા પણ તોડતા હોય છે. તો ઘણીવાર ચોર પાર્ક કરેલું વાહન પણ ચોરીને ભાગી જતા હોય છે. પરંતુ આજે ઠેર ઠેર સીસીટીવી (CCTV) કેમેરા પણ લાગી ગયા છે. જેના કારણે આવી ઘણી ઘટનાઓ કેમેરામાં પણ કેદ થઇ જાય છે.

ત્યારે હાલ ચોરીની ઘટનાનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ચોરીનો આ વાયરલ વીડિયો પોસ્ટ કરતા ટ્વિટર યુઝરે (@Ambrish89) લખ્યું, આવ્યા હતા સ્કૂટી ચોરવા, પણ પોતાની મૂકીને જ જતા રહ્યા.” વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે કાળા રંગની સ્કૂટી પર સવાર બે ચોર એક ઘરની સામે રોકાયા છે. પછી તેમાંથી એક ઘરનો ગેટ ખોલીને અંદર પ્રવેશે છે અને બીજો અંદર પાર્ક કરેલી સ્કૂટી બહાર કાઢવા લાગે છે.

પણ આ શું… ચોર ગેટની બહાર આવતા જ અંદરથી એક વ્યક્તિ દોડીને આવ્યો. તેમને જોઈને બંને ચોર તેમની અને ચોરેલી સ્કૂટી છોડીને ભાગવાનો પ્રયાસ કરવા લાગે છે. બહાર આવેલ વ્યક્તિ ચોરને પકડીને તરત જ મારવા લાગે છે. એટલું જ નહીં, શેરીમાંથી લોકો અને પરિવારના 6-7 સભ્યો પણ તેમને સપોર્ટ કરવા આવે છે. આ રીતે બધા મળીને ચોરને ભગાડવામાં સફળ થાય છે.

23 એપ્રિલે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શકતા નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચુક્યા છે. યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એકે કહ્યું, ‘ક્યા ચોર બનેગા રે તુ’. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘યે બડિયા થા ગુરુ’.