શિયાળામાં આ 5 ફળોનું કરો સેવન, શરદી-તાવ જેવા રોગો આજુબાજુમાં પણ નહીં ફરકે

શિયાળામાં મળતા આ ફળોનું સેવન કરવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે અને તમે કોઈપણ પ્રકારના ચેપ અને રોગોથી સુરક્ષિત રહો છો, તો આજે અમે તમને શિયાળામાં મળી શકે તેવા 5 શ્રેષ્ઠ ફળો જણાવવા જઈ રહ્યા છીએ.

1. સંતરા : સંતરામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ અને ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. સંતરામાં ફાઇબર, પોટેશિયમ, ફોલેટ અને થાઇમીન ભરપૂર માત્રામાં હોય છે. સંતરામાં કોલેસ્ટ્રૉલ ઘણુ ઓછું હોય છે. માટે તેના સેવનથી બૅડ કોલેસ્ટ્રૉલનું પ્રમાણ ઓછું કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંતરામાંથી વિટામિન C મેળવી શકાય છેકે જે શરીરમાં ફ્રી રેડિકલ્સને ન્યૂટ્રીલાઇઝ કરી કૉલેસ્ટ્રૉલને ઓક્સિડાઇઝ કરવામાં મદદ કરે છે.

2. જામફળ : જામફળમાં રહેલા પેક્ટીન તમારા પાચન તંત્રને સુધારે છે. તે કોલોન કેન્સરનું જોખમ પણ ઘટાડે છે. દાંતના દુખાવા માટે જામફળ ફાયદાકારક છે. જામફળના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. જામફળ મોઢાના રોગોથી મુક્તિ આપે છે. જામફળના પાનના ઉકાળાથી કોગળા કરવાથી મોઢાના રોગો મટે છે. જામફળમાં ફાઈબર ભરપુર માત્રામાં છે. જામફળ ખાવાથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખી શકાય છે.

3. દ્રાક્ષ : દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તેના સેવનથી તમારી પાચન તંત્ર સુધરે છે. આ સિવાય, દ્રાક્ષમાં જોવા મળતા કુદરતી ફાયટોકેમિકલ્સ તમને ઘણા લાંબા ગાળાના ઈફ્લામેટરી રોગોથી પણ બચાવે છે. આ ઉપરાંત હાઈબ્લડ પ્રેશરની બીમારી માટે દ્રાક્ષનું સેવન રામબાણ ઈલાજ છે. દ્રાક્ષ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. હાઈબ્લડ પ્રેશરવાળા લોકોએ અઠવાડિયામાં ત્રણ થી ચારવાર દ્રાક્ષનું સેવન કરવું જોઇએ.

4. સફરજન : સફરજન ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર ફળ છે. જે પેટનું સ્વાસ્થ્ય સુધારીને તમારા હૃદયને સુરક્ષિત રાખે છે. સફરજનમાં કાર્બોહાઈડ્રેટ્સ વધુ માત્રામાં હોય છે. જે ઊર્જાનો મોટો સ્ત્રોત છે. સફરજન હૃદય, મગજ, લીવર અને હોજરીને બળ આપે છે, ભુખ લગાડે છે, લોહી વધારે છે અને શરીરની કાંતી વધારે છે. સફરજનને બાફીને કે સુપ બનાવીને પણ ખાઈ શકાય.

5. કીવી : કીવી એક વિદેશી ફળ છે. જે ડેન્ગ્યુ રોગમાં ખૂબ જ ફાયદાકારક છે. કીવી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે વિટામિન-સીથી ભરપૂર છે. કીવીમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જે હૃદયની સ્વસ્થ રાખીને ગંભીર બિમારીઓથી દૂર રાખે છે. તેના સેવનથી લિવર, સ્ટ્રોક, કાર્ડિયાક અરેસ્ટ, હાર્ટ એટેક અન્ય કેટલીક ગંભીર બિમારીઓથી દૂર રહી શકાય છે.

YC