મહાશિવરાત્રી પર આ વર્ષે શુભ યોગનું નિર્માણ થઇ રહ્યો છે. ભગવાન શિવના મહાશિવરાત્રી પર વિધિવત પૂજા કરવા પર ભક્તોની મનોકામના પુરી થવાની માન્યતા છે. મહાશિવરાત્રીના દિવસે સાત રાશિના લોકો ખુબ ભાગ્યશાળી રહેવાના છે. જો તમે પણ મહાશિવરાત્રી પર ભગવાન શંકરને કરવા માંગો છો પ્રસન્ન તો જાણો. આ ત્રણ મુખ્ય વસ્તુઓ છે જે આ દિવસે શિવલિંગ પર જરૂર ચઢાવવી જોઈએ.
1.બીલીપત્ર : બીલીપત્ર શિવ શંકરને ખુબ જ પસંદ છે. શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી પુણ્યનું ફળ મળે છે. મહાશિવરાત્રી પર 11 બીલીપત્ર પર ગાયની ઘી લગાવીને ભગવાન શંકરને ચઢાવવું જોઈએ. બીલીપત્ર ચઢવતા સમયે “ऊँ नम: शिवाय” મંત્રનો જાપ કરવો. માનવામાં આવે છે કે આવું કરવાથી ભોલેનાથ ખુશ થતા હોય છે અને માંગે એવું વરદાન આપતા હોય છે.
2.પંચામૃત: મહાશિવરાત્રીના દિવસે ભગવાન ભોલેનાથને પંચામૃતથી જરૂર સ્નાન કરવો. શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરો. તમે દૂધ, ઘી, દહીં, મધ ભગવાન ભોલેનાથ પર ચઢાવો. માનવામાં આવે છે કે સાચા મનથી શિવ શંભુની પૂજા કરો તો ભગવાન જરૂર પ્રસન્ન થતા હોય છે. માન્યતા છે કે મહાશિવરાત્રી પર અપરણિત કન્યાઓ આખો દિવસ વ્રત રાખીને ભગવાન શિવ શંકરનું પંચામૃતથી અભિષેક કરીને વિધિ-વિધાનથી પૂજા કરે તો ભગવાન તેને યોગ્ય અને મનગમતો વાર આપે છે.
3.ધતુરા: મહાદેવ શિવ શંભુને ધતુરા ખુબ જ પ્રિય છે. મહાદેવની પૂજામાં ધતુરાનો ઉપયોગ જરૂર થાય છે આના સિવાય તે પૂજા પુરી થતી જ નથી. મહાશિવરાત્રીના દિવસે ધતુરા જરૂર ચઢાવો. શિવલિંગનો અભિષેક કરીને બીલીપત્ર અને ધતુરો ચઢાવવો શુભ માનવામાં આવે છે.
આ મંત્રોનો કરો જાપ:
- महामृत्युंजय मंत्र
- ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
- उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।
તેની સાથે જ ऊं नमः शिवायનું 108 વખત જાપ કરવો શુભ માનવામાં આવે છે.