કોન્ડોમના થીમ પર બેનેલા કેફેમાં પહોંચ્યો આ વ્યક્તિ, પછી અંદર જઈને કરવા લાગ્યો એવું કામ કે.. લોકો બોલ્યા… “બસ હવે…” જુઓ વીડિયો

આ કેફેમાં બધી જ વસ્તુઓ છે કોન્ડોમ જેવી, આ ભાઈ પહોંચ્યા મુલાકાત લેવા અને બતાવ્યું એવું એવું કે લોકોએ કહ્યું… “ખાવામાં પણ કોન્ડોમ જ…” જુઓ વીડિયો

આજે દરેક જગ્યાએ અલગ અલગ થીમ પર કાફે બની રહ્યા છે, અને આવા કેફેમાં લોકો મુલાકાત લેવા માટે પણ જતા હોય છે. ઘણી એવી થીમ પર પણ કેફે બને છે જેને જોવા માટે લોકો પણ આતુર થતા હોય છે. આ કેફેની અંદર તમને જે થીમ પર કેફે બનેલું હોય તેનો સંપૂર્ણ અનુભવ પણ થતો જોવા મળે છે. કેફેની દરેક વસ્તુઓ પણ એજ બેઝ પર બનાવવામાં આવે છે.

ત્યારે હાલ એક એવું કેફે વાયરલ થઇ રહ્યું છે જેને જોઈને તમને પણ નવાઈ લાગશે. હાલ સોશિયલ મીડિયામાં એક કોન્ડોમ થીમ પર બેનેલા કેફેનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આ કેફેની મુલાકાત લેવા માટે જાય છે અને ત્યાંથી તેને આ વીડિયો બનાવ્યો છે. આ કેફે ભારતમાં નથી પરંતુ થાઈલેન્ડમાં આવેલું છે.

એક થાઈ કાફેએ કોફીની ચૂસકી લેતી વખતે કોન્ડોમ અપનાવવાનો પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. આ કાફેટેરિયાની થીમ કોન્ડોમ છે, જે દેશની રાજધાની બેંગકોકમાં સ્થિત છે. ડિજિટલ કન્ટેન્ટ સર્જક સોહમ સિન્હાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જે દર્શકોને આ બેંગકોક કેફેની વર્ચ્યુઅલ ટૂર પર લઈ જાય છે. વાઈરલ ઈન્સ્ટાગ્રામ વીડિયોની શરૂઆત સ્ટેચ્યુ ડ્રેસ, સાન્તાક્લોઝની દાઢી, ક્રિસમસ ટ્રી, લટકતો દીવો અને કોન્ડોમથી બનેલા ફૂલોથી થાય છે.

વિડિયો દર્શકોને કોન્ડોમ-થીમ આધારિત હેન્ડક્રાફ્ટ સ્ટોરની ટૂર પર પણ લઈ જાય છે જે કોન્ડોમ-કોતરેલા ઉત્પાદનો વેચે છે. વીડિયોને કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે, ‘દુનિયાનો સૌથી વિચિત્ર કાફે! આ નિઃશંકપણે વિશ્વના સૌથી વિચિત્ર કાફેમાંનું એક છે. સરંજામ રંગબેરંગી છે અને તે એક સુખદ ઉર્જા ફેલાવે છે. તે તેના મહેમાનોને કોન્ડોમ અને જન્મ નિયંત્રણના મહત્વ વિશે યાદ અપાવે છે.’ પોસ્ટ અનુસાર, કોન્ડોમ-થીમ આધારિત કાફે થાઈ ફૂડ, પીણાં અને આઈસ્ક્રીમ પણ સર્વ કરે છે.

Niraj Patel