ધ કાશ્મીર ફાઇલ્સ: માત્ર 15 કરોડમાં બનેલી ફિલ્મે લગાવ્યો કલેક્શનનો ભંડાર, જલ્દી થશે 200 કરોડના ક્લબમાં સામેલ

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સતત બોક્સ ઓફિસ પર ઐતિહાસિક પ્રદર્શન કરી રહી છે.રિલીઝના પહેલા દિવસથી જ ફિલ્મનું જુનુન બોક્સ ઓફિસ પર યથાવત છે.ઘણી જગ્યાઓ પર દર્શકો અન્ય ફિલ્મની જગ્યાએ આ ફિલ્મ ચલાવવાની માંગ કરી રહ્યા છે.ફિલ્મ રિલીઝ થયાને બુધવારે 13 દિવસો પૂર્ણ થયા છે એવામાં દર્શકોનું ફિલ્મ પ્રત્યેનું જૂનુન જોતા ફિલ્મ જલ્દી જ 200 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે.

જો કે બારમા દિવસે કમાણીનો આંકડો બોક્સ ઓફિસ પર થોડો ઓછો રહ્યો હતો પણ ફિલ્મનું ટોટલ કલેક્શન ખુબ જ વધારે છે. રિપોર્ટના આધારે 12માં દિવસે ફિલ્મે 10.25 કરોડનું કલેક્શન કર્યું હતું એવામાં ટોટલ કલેક્શન 190.10 કરોડ થઇ ચૂક્યું છે.એવામાં હવે 200 કરોડના ક્લબમાં પહોંચવા માટે ફિલ્મને માત્ર 9.90 કરોડની જરૂર છે.જો રોજનો આંકડો જોઈએ તો ફિલ્મે રોજનું 16 કરોડથી પણ વધારે કલેક્શન કર્યું છે.

એવામાં ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વીટ કરીને લખ્યું કે, ધ કાશ્મીર ફાઇલ્સ પોતાના જુસ્સાની સાથે બોક્સ ઓફિસ પર યથાવત છે. વીકેન્ડમાં લગાતાર તે ધમાકેદાર કલેક્શન કરી રહી છે.વિકેન્ડ પર મજબૂતી સાથે ફિલ્મ ટ્રેન્ડ કરી રહી છે. એવામાં ફિલ્મ 14માં દિવસે એટલે કે ગુરુવારે 200 કરોડનો આંકડો પાર કરી લેશે. ફિલ્મે શુક્રવારે 19.15 કરોડ, શનિવારે 24.80 કરોડ, રવિવારે 26.20 કરોડ, સોમવારે 12.40 કરોડ,  મંગળવારે 10.25 કરોડ એટલે ટોટલ 190.10 કરોડનો બિઝનેસ ભારતમાં કર્યો છે.

એવામાં ફિલ્મની કમાણીની ઝડપને જોતા તરણ આદર્શની વાત જલ્દી સાચી થઇ શકે તેમ છે. જો કે આ ફિલ્મની રફ્તારની સાથે અક્ષય કુમારની બચ્ચન પાંડે પણ રિલીઝ થઇ છે છતાં પણ ધ કાશ્મીર ફાઇલ્સની કમાણીમાં ફર્ક પડ્યો નથી. ફિલ્મ 90ના દશકમાં કાશ્મિર ઘાટીમાં થયેલ પંડિતોના દર્દને લગતી ઘટનાઓને દર્શાવે છે. ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, પુનિત ઈસ્સર અને પલ્લવી જોશીએ મુખ્ય કિરદાર નિભાવ્યો છે.

Krishna Patel