ફૂલ સ્પીડમાં જતી કારની બારીઓ અને સનરૂફમાંથી બહાર નીકળીને નાચવા લાગ્યા છોકરાઓ, વાયરલ થયો વીડિયો અને પછી… જુઓ

આજની યુવાપેઢી કઈ દિશામાં જઈ રહી છે ? જુઓ  તેનું એક ઉદાહણ, ચાલુ ગાડીએ છત અને બારીમાંથી બહાર નીકળીને કર્યો એવો ડાન્સ કે… પોલીસને કરવી પડી કાર્યવાહી… જુઓ વીડિયો

The boys danced from the moving car : આજકાલ લોકો સોશિયલ મીડિયા પર  ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી જતા હોય છે અને ઘણીવાર તેઓ એવા પરાક્રમો કરતા હોય છે કે તેમને જોઈને કોઈને પણ ગુસ્સો આવી જાય. આજના યુવાઓ રસ્તા પર જીવલેણ સ્ટન્ટ કરતા જોવા મળતા હોય છે, જેના કારણે તે પોતાની  સાથે બીજા લોકોના જીવ પણ જોખમમાં મુકતા હોટી છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક છોકરાઓ ખતરનાક ડાન્સ કરતા જોવા મળે છે. તેઓ ઝડપથી ચાલતી કારની છત અને બારીમાંથી કૂદીને નાચવા લાગે છે.

કારની છત અને બારીમાંથી કર્યો ડાન્સ :

આ દરમિયાન રસ્તા પર અન્ય વાહનો પણ ફરતા જોઈ શકાય છે. આ વિડિયો રસ્તા પર આગળ વધી રહેલા અન્ય વાહન પરથી બનાવવામાં આવ્યો છે. જે બાદ તેમને તેમના કૃત્યની સજા પણ મળી હતી. પોલીસે તમામ સામે કાર્યવાહી કરી હતી. આ મામલો બેંગલુરુનો છે. બેંગલુરુની ચિક્કાજાલા ટ્રાફિક પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સ્ટંટ છોકરાઓ વિરુદ્ધ વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે માહિતી આપી છે. આ સ્ટંટનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ઘણા લોકોએ શેર કર્યો હતો.

પોલીસે કરી કાર્યવાહી :

આ વીડિયોને @sageshibbs નામના એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવ્યું હતું. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘કેટલાક લોકો NH 7 (એરપોર્ટ રોડ) પર બિનજરૂરી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, કૃપા કરીને તેમની સામે જરૂરી પગલાં લો!’ આ અંગે ચિક્કાજાલા ટ્રાફિક પોલીસે તાત્કાલિક જવાબ આપ્યો હતો. પોલીસે લખ્યું છે કે, આ મામલાને ધ્યાનમાં લેવામાં આવ્યો છે. અમે જરૂરી કાર્યવાહી કરીશું.  આ જ પોસ્ટ પર બીજી ટિપ્પણી કરતાં પોલીસે કહ્યું, ‘ગુના નંબર 158/2023 હેઠળ 283.279 IPC અને 184 IMV એક્ટ. રિપોર્ટની તારીખ – 15 ડિસેમ્બર 2023. FIR નોંધવામાં આવી છે, કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

લોકોએ વ્યક્ત કર્યો ગુસ્સો :

અન્ય પોસ્ટના જવાબમાં, પોલીસે કહ્યું, ’15 ડિસેમ્બર 2023ના રોજ ચિક્કાજાલા ટ્રાફિક પીએસમાં ગુના નંબર 158/23માં કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.’ આ વીડિયોને જોઈને લોકો સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘જીવન કિંમતી છે. કદાચ તેઓ જાણતા નથી, જો કોઈ નાની ભૂલ થઈ ગઈ હોત તો તેઓએ પોતાનો જીવ ગુમાવ્યો હોત. અન્ય એક યુઝરે કહ્યું, ‘દેશમાં સ્ટંટમેનને નાબૂદ કરવા માટે કોઈ કાયદો નથી, તેથી નિર્દોષ લોકોનો જીવ લેવાની આ એક દુ:ખદ આદત છે. બેદરકારીના કારણે આદતો બગડી રહી છે.”

Niraj Patel