આગામી ક્રિકેટનું ભવિષ્ય બનવાનું છે આ ટેણીયું, લોકો મેક્સવેલ અને એબી ડિવિલિયર્સ સાથે કરી રહ્યા છે તુલના, બેટિંગ જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો… જુઓ વીડિયો
Terrific batting from a 3-year-old child : નાના બાળકોને આપણે જે રીતે ટ્રેઈન કરીએ એ રીતે જ તે શીખતાં હોય છે અને દરેક માતા પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક મોટું થઈને તેમનું પણ નામ રોશન કરે. કેટલાક માતા પિતા તો તેમના બાળકોને બાળપણથી જ તાલીમ આપવાનું શરૂ કરી દેતા હોય છે. સોશિયલ મીડિયામાં નાના બાળકોના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે અને ઘણા વીડિયોની અંદર નાના બાળકોની એવી પ્રતિભા જોવા મળતી હોય છે જે જોઈને આપણે પણ દંગ રહી જઈએ.
સિક્સ પર સિક્સ મારે છે ટેણીયું :
એક કહેવત છે – ‘પુત્રના લક્ષણ પારણામાં’… આ કહેવત ઓસ્ટ્રેલિયાના ત્રણ વર્ષના બાળક સાથે એકદમ બંધબેસે છે. આ નાનો છોકરો સિક્સર પર સિક્સર મારી રહ્યો છે. આ બાળકનું નામ હ્યુગો મેવેરિક હીથ છે અને આ બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. ચાહકો ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક આ બાળકમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનું ભવિષ્ય જોઈ રહ્યા છે તો કેટલાક તેની સરખામણી ગ્લેન મેક્સવેલ સાથે કરી રહ્યા છે.
3 વર્ષની ઉંમરમાં શાનદાર બેટિંગ :
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આટલું નાનું હોવા છતાં આ બાળક શાનદાર બેટિંગ કરી રહ્યો છે અને આસાનીથી મોટા શોટ ફટકારી રહ્યો છે. વીડિયોમાં એક એવી જગ્યા પણ છે જ્યાં બાળક રન બનાવવા માટે દોડે છે, પછી સ્લિપ થઈને ક્રિઝની અંદર આવે છે અને પછી તેની સદીની ઉજવણી કરવા માટે બેટને હવામાં ઊંચું કરે છે. હ્યુગો મેવેરિક હીથ નામના હેન્ડલ દ્વારા બાળકનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.
લોકોએ કહ્યું ઓસ્ટ્રેલિયાનું ભવિષ્ય :
ચાહકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને એક પ્રશંસકે ટ્વિટ કર્યું કે 2045ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતને હરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. હ્યુગો હીથના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ક્રિકેટ રમતા બાળકના વધુ વીડિયો છે. આ વીડિયો જોયા બાદ ચાહકો કહી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયાને ભવિષ્યનો સ્ટાર મળી ગયો છે. આ ઉપરાંત પણ ઘણા લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. લાખો લોકોએ આ વીડિયોને જોયો પણ છે અને લાઈક પણ કર્યો છે.
View this post on Instagram